નવી દિલ્હીઃ લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું (Rahul Gandhi on Budget 2022) કે, ભારતમાં ગરીબ અને અમીર વચ્ચેનું અંતર વધી રહ્યું છે. તેમણે કહ્યું કે બે હિન્દુસ્તાન બની રહ્યા છે; અમીરોનું ભારત, ગરીબોનું ભારત, બંને વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે. રાહુલે કહ્યું (Rahul gandhi in loksabha) કે, યુવાનોને રોજગાર નથી મળ્યો. કેટલી રોજગારી આપવામાં આવી, કેવા પ્રકારની રોજગારી મળી - આ મુદ્દાઓ પર કોઈ વાત નથી. ભારતનું અસંગઠિત ક્ષેત્ર સતત હુમલા હેઠળ છે. અગાઉ, રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ (Lok Sabha motion of thanks) લોકસભામાં મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:karnataka hijab controversy: જો તમે હિજાબ અને બુરખાની માંગ કરો છો તો પાકિસ્તાન જાવ
ભાજપના સાંસદ હરીશ દ્વિવેદીએ ચર્ચા શરૂ કરી
ઉત્તર પ્રદેશના ભાજપના ચૂંટાયેલા સાંસદ હરીશ દ્વિવેદીએ ચર્ચા શરૂ કરી. સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા સાંસદ હરીશ દ્વિવેદીએ કહ્યું કે, આજે લોકોને 22-24 કલાક વીજળી મળી રહી છે. તેમણે જિન્ના વિશે અખિલેશ યાદવના નિવેદન (Akhilesh yadav on jinha)નો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આજે યુપીના લોકોને લાગે છે કે, મોદી અને યોગી સરકારના સમયમાં તેમને એવી સુવિધાઓ મળી રહી છે, જે 20-25 વર્ષ પહેલા મળવી જોઈતી હતી.
આ પણ વાંચો:બિરજુ રામને નોકરી મળી, આનંદ મહિન્દ્રાએ કહ્યું – દરેક વ્યક્તિને મોકો મળવો જોઈએ
રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ
અગાઉ, રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન (Mallikarjun in Rajya Sabha) ખડગેએ લોકશાહીને લઈને સરકારના સમર્થનમાં કરવામાં આવેલા દાવાઓ પર કહ્યું કે, જો છેલ્લા 70 વર્ષમાં કંઈ ન થયું હોત તો ભારત આજે જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં ન હોત. મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર તેમના નિવેદનની શરૂઆતમાં કહ્યું કે, ચૂંટણી ભાષણ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ભાજપના સાંસદોના નિવેદનમાં પ્રતિબિંબિત થાય છે. AAP સાંસદ સંજય સિંહ, NCPના ફૌઝિયા ખાન અને સુશીલ કુમાર મોદીએ ઝીરો અવર દરમિયાન રેલવે ભરતી મુદ્દે પર પોતાનો અભિપ્રાય આપ્યો.