- ખેડૂત આંદોલનના મૃતક ખેડૂતોનો મામલો
- રાહુલ ગાંધીએ લોકસભામાં રજૂ કરી યાદી
- આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર ખેડૂતોની યાદી રજૂ કરી
નવી દિલ્હી: ખેડૂતોના આંદોલનદરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોની યાદી રાહુલ ગાંધીએ આજે લોકસભાના ટેબલ પર (Rahul Gandhi in Loksabha on Farmers Death) મૂકી હતી. તેમણે કહ્યું કે 30 નવેમ્બરે એક પ્રશ્નના જવાબમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે તેમની પાસે મૃત ખેડૂતોનો ડેટા (Farmers death during kisan andolan) નથી, તેથી તેઓ પોતે ખેડૂતોની વિગતો રજૂ કરી રહ્યા છે.
પંજાબમાં કોંગ્રેસ સરકારનું કામ રજૂ કર્યું
રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે ખેડૂતોના મૃત્યુના આંકડા (Farmers death during kisan andolan) પૂછવામાં આવ્યા ત્યારે કૃષિપ્રધાને કહ્યું કે તેમની પાસે કોઈ ડેટા નથી. અમને જાણવા મળ્યું કે પંજાબ સરકારે લગભગ 400 ખેડૂતોને પાંચ લાખની આર્થિક મદદ કરી છે. આ સાથે 152 ખેડૂતોને રોજગારી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાને દેશની માફી માંગી છે, ત્યારબાદ ખેડૂતોને તેમનો હક મળવો જોઈએ અને વળતર મળવું (Rahul Gandhi in Loksabha on Farmers Death) જોઈએ.
સરકારે રાજ્યસભામાં લેખિત જવાબ આપ્યો