- રાહુલ ગાંધી સોમવારે ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા
- ખેડૂત કાયદાઓના વિરૂદ્ધ કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન શરૂ
- ખેડૂતો પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા
નવી દિલ્હી :કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે સોમવારે દરેકને ચોંકાવી દીધા છે, જ્યારે સવારે-સવારે તે દિલ્હીના રસ્તાઓ પર ટ્રેક્ટર ચલાવીતા દેખાયા હતા. ખેડૂત કાયદાઓના વિરૂદ્ધ કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન શરૂ છે અને આ કડીમાં સમવારે રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન (Parliament House) પહોંચ્યા હતા.
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા અને બીવી શ્રીનિવાસની ધરપકડ
રાહુલ ગાંધી સાથે ટ્રેક્ટર પર રણદીપ સુરજેવાલા, દીપેંદ્ર હુડ્ડા સહિત અન્ય કોંગ્રેસી નતા જોવા મળ્યા હતા. ટ્રેક્ટર ચલાવવાના આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા અને બીવી શ્રીનિવાસની ધરપકડ કરવામાં આવી હતી.
રાહુલ ગાંધી બેસીને આવ્યા તે ટ્રેક્ટરને દિલ્હી પોલીસે ઝડપી લીધું
જે ટ્રેક્ટર પર રાહુલ ગાંધી બેસીને આવ્યા તેને દિલ્હી પોલીસે ઝડપી લીધું હતું. કારણ કે, સંસદ સત્ર દરમિયાન અહીં કલમ 144 અમલમાં છે. ટ્રેક્ટરની સામે ખેડૂત કાયદાઓ વિરુદ્ધ એક પોસ્ટર ચોંટાડવામાં આવ્યું હતું અને ખેડૂતોના સમર્થનમાં વાતો કહેવામાં આવી હતી.