ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોંઘવારીના વિરોધમાં રાહુલ ગાંધીની સંસદ સુધીની યોજાઇ સાઇકલ માર્ચ - પેટ્રોલ-ડિઝલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોના વિરોધમાં કોન્સ્ટિટ્યૂશન ક્લબથી સંસદ સુધી સાયકલ માર્ચ યોજી હતી, જેમાં વિપક્ષના તમામ નેતાઓએ ભાગ લીધો હતો.

મોંઘવારીના વિરોધમાં રાહુલ ગાંધીની સંસદ સુધી સાઇકલ માર્ચ
મોંઘવારીના વિરોધમાં રાહુલ ગાંધીની સંસદ સુધી સાઇકલ માર્ચ

By

Published : Aug 3, 2021, 12:10 PM IST

Updated : Aug 3, 2021, 12:29 PM IST

  • રાહુલ ગાંધીએ કોન્સ્ટિટ્યુશન ક્લબમાં વિપક્ષના નેતાઓ સાથે બેઠક યોજી હતી
  • સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ
  • પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોના વિરોધમાં કોન્સ્ટિટ્યૂશન ક્લબથી સંસદ સુધી સાયકલ માર્ચ યોજી

નવી દિલ્હી: સંસદના મોનસૂન સત્રમાં વિપક્ષ પેગાસસ જાસૂસી કૌભાંડ, મોંઘવારી, કૃષિ કાયદો અને અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે એકજૂથ જોવા મળે છે. આજે રાહુલ ગાંધી(Rahul Gandhi)ના નેતૃત્વમાં વિપક્ષી સાંસદોએ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોના વિરોધમાં કોન્સ્ટિટ્યૂશન ક્લબથી સંસદ સુધી સાયકલ માર્ચ યોજી હતી.

આ પણ વાંચો- રાહુલ ગાંધીએ ગુજરાતના વેપારીઓ વિરોધી કરેલા નિવેદનને લઇ વિરોધ કરાયો

સંવિધાન ક્લબથી સંસદ સુધી સાઈકલ માર્ચ યોજી હતી

આજે વહેલી સવારે રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કોન્સ્ટિટ્યુશન ક્લબમાં વિપક્ષના નેતાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સરકારને ઘેરી લેવા અને દબાણ કરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પૂરી થયા બાદ વિપક્ષી નેતાઓએ સંવિધાન ક્લબથી સંસદ સુધી સાઈકલ માર્ચ યોજી હતી.

વિવિધ નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી

રાહુલ ગાંધી (Rahul Gandhi)દ્વારા બોલાવવામાં આવેલી નાસ્તાની બેઠકમાં દ્રમુક, એનસીપી, શિવસેના, આરજેડી, એસપી, માકપા, ભાકપા, આઈયુએમએલ, રિવોલ્યૂશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (આરએસપી), કેરળ કોંગ્રેસ (એમ), ઝારખંડ મુક્તિ મોર્ચા, નેશનલ કોન્ફરન્સ, ટીએમસી અને લોકતાંત્રિક જનતા દળ(એલજેડી)ના નેતાઓએ હાજરી આપી હતી.

આ પણ વાંચો-Rahul Gandhi ખેડૂતોના સમર્થનમાં ટ્રેક્ટર ચલાવીનેે સંસદ પહોંચ્યા

ભાજપ સંસદીય દળની બેઠકમાં હાજર રહ્યા વડાપ્રધાન

સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના અન્ય નેતાઓએ પાર્ટીની સંસદીય દળની બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિપક્ષ દ્વારા ગૃહની કાર્યવાહીમાં ખલેલ પાડવો સંસદ અને બંધારણનું અપમાન છે, લોકશાહીનું અપમાન છે, જનતાનું અપમાન છે.

Last Updated : Aug 3, 2021, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details