શિવસાગર : કોંગ્રેસની 'ભારત જોડો ન્યાય યાત્રા' ગુરુવારે નાગાલેન્ડથી આસામ પહોંચી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં નિકળતી 'ભારત જોડો ન્યાય યાત્રા' 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થશે. આ યાત્રા નાગાલેન્ડથી શિવસાગર જિલ્લાના હલુવાટિંગ થઈને આસામ પહોંચી હતી. ગાંધીએ સવારે નાગાલેન્ડના તુલીથી બસ યાત્રા ફરી શરૂ કરી અને લગભગ 9:45 વાગ્યે આસામ પહોંચ્યા હતા.
Bharat Jodo Nyay Yatra : કોંગ્રેસની 'ભારત જોડો ન્યાય યાત્રા' નાગાલેન્ડથી આસામ પહોંચી
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગુરુવારે આસામમાં પ્રવેશી હતી. આસામ પહોંચીને રાહુલ ગાંધીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સરકાર પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો.
Published : Jan 18, 2024, 12:44 PM IST
14 જાન્યુઆરીએ શરુ કરી હતી યાત્રા : ગાંધીનું હલુવાટિંગ ખાતે સેંકડો પક્ષના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાજ્યની આઠ દિવસની મુલાકાત માટે કોંગ્રેસના આસામ એકમના નેતાઓને રાષ્ટ્રીય ધ્વજ સોંપવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદની આગેવાનીમાં 6,713 કિલોમીટર લાંબી યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થઈ હતી અને 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે. આ યાત્રા આસામમાં 25મી જાન્યુઆરી સુધી ચાલશે.
આસામમાં સરકાર પર પ્રહારો કર્યા : આસામ પહોંચતા જ રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને આરએસએસ નફરત ફેલાવી રહ્યા છે અને જનતાના પૈસા લૂંટી રહ્યા છે. તેમણે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતની સૌથી ભ્રષ્ટ સરકાર કદાચ આસામમાં છે. તેમણે કહ્યું કે મણિપુરમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે. રાજ્યનું વિભાજન થયું છે પરંતુ વડાપ્રધાન હજુ ત્યાં ગયા નથી. ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થયો હતો.