ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Rahul Gandhi 52nd Birthday: યુવાનો પરેશાન છે, કાર્યકરોએ ઉજવણી ન કરે, જન્મદિવસ પર રાહુલ ગાંધીનો સંદેશ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ (Rahul Gandhi 52nd Birthday) છે, ત્યારે અગ્નિપથ યોજનાના વિરોધ ( Protest Against Agnipath scheme) વચ્ચે રાહુલ ગાંધીના નિર્ણય અંગે કોંગ્રેસે એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં રાહુલ ગાંધીનો 52મોં જન્મદિવસ ન ઉજવવા અપીલ (Birthday Massage about Agnipath ) કરવામાં આવી હતી.

Rahul Gandhi 52nd Birthday
Rahul Gandhi 52nd Birthday

By

Published : Jun 19, 2022, 9:11 AM IST

નવી દિલ્હી:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને રવિવારે તેમનો જન્મદિવસ ન ઉજવવાની અપીલ (Rahul Gandhi 52nd Birthday) કરી છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને આપેલા સંદેશમાં (Birthday Massage about Agnipath ) રાહુલે કહ્યું કે, દેશના યુવાનો પરેશાન છે અને રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા ( Protest Against Agnipath scheme) છે, કોંગ્રેસના કાર્યકરોએ તેમની સાથે ઉભા રહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે રવિવારે 52મો જન્મદિવસ છે.

આ પણ વાંચો :Protest Against Agnipath : કોંગ્રેસનું અગ્નિપથ સામે આજે મોટું પ્રદર્શન, આંદોલનકારીઓને આપ્યું સમર્થન

જન્મદિવસ કોઈપણ રીતે ન ઉજવે : અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના મહાસચિવ (કોમ્યુનિકેશન્સ) જયરામ રમેશે ટ્વિટર પર પોસ્ટ કરેલા સંદેશમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સમયે દેશમાં વાતાવરણ ખૂબ જ ચિંતાજનક છે. સશસ્ત્ર દળોમાં ભરતી માટે 'અગ્નિપથ' યોજના સામે દેશના ઘણા ભાગોમાં થઈ રહેલા વિરોધનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે, દેશના યુવાનો પરેશાન છે. આ સમયે આપણે તેમની અને તેમના પરિવાર સાથે ઊભા રહેવું (Congress Support Agnipath Protests) જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, હું દેશના તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને મારા શુભચિંતકોને અપીલ કરું છું કે, તેઓ મારો જન્મદિવસ કોઈપણ રીતે ઉજવે નહીં.

આ પણ વાંચો :અગ્નિપથ આંદોલનને વચ્ચે રક્ષા મંત્રાલયની જાહેરાત, નોકરીઓમાં મળશે અનામત

સોનિયા ગાંધીની તબિયત નથી સારી :બીજી તરફ રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધીની તબિયત (Sonia Gandhi health) પણ સારી નથી. 17 જૂનના રોજ કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અપડેટ જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું કે, સોનિયા ગાંધીને કોરોના હતો, ત્યારબાદ 12 જૂને તેમના નાકમાંથી લોહી નીકળ્યું, ત્યારબાદ તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હાલ સોનિયા ગાંધી પોતે હોસ્પિટલમાં છે.

ABOUT THE AUTHOR

...view details