ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલે જ્યોતિરાદિત્ય સિંધિયા અંગે મૌન તોડ્યું, કોંગ્રેસમાં જ બની શકતા હતા CM - કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે ભારતીય યુથ કોંગ્રેસના સભ્યોને સંબોધન કરતાં જ્યોતિરાદિત્ય સિંધિયા અંગે પ્રથમ વાર મૌન તોડ્યું હતુ. તેમણે કહ્યું કે, તમામ કાર્યકર્તાઓએ ધીરજ રાખવી જોઈએ.

jyotiraditya scindia
jyotiraditya scindia

By

Published : Mar 9, 2021, 7:23 AM IST

Updated : Mar 9, 2021, 8:58 AM IST

  • રાહુલે પ્રથમ વખત જ્યોતિરાદિત્ય સિંધિયા અંગ મૌન તોડ્યું
  • જ્યોતિરાદિત્ય સિંધિયા BJPના બેકબેંચર બની ગયા
  • BJPના રાજમાં ક્યારેય CM નહીં બની શકે

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે ભારતીય યુથ કોંગ્રેસના સભ્યોને ધૈર્યનો પાઠ ભણાવ્યો હતો. પાર્ટીના પૂર્વ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, જો તેમની પાસે થોડી ધીરજ હોત તો તે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બની શક્યા હોત. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારતીય યુથ કોંગ્રેસની સભાને સંબોધન કરતાં આ વાત કહી હતી.

સિંધિયા પાસે થોડી ધીરજ હોત તો તે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બની શક્યા હોત: રાહુલ

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ધૈર્ય અને વિચારધારા પ્રત્યેની કટિબદ્ધતાને મહત્વ આપે છે. રાહુલે કહ્યું કે, સિંધિયા પાસે કોંગ્રેસના સભ્યો સાથે કામ કરવા અને પાર્ટીને મજબૂત કરવા માટે સારો વિકલ્પ હતો. રાહુલે કહ્યું કે, મેં તેમને ખાતરી પણ આપી હતી કે તમે ધીરજ રાખો તમે એક દિવસ ચોક્કસપણે મુખ્યપ્રધાન બનશો, પરંતુ તેમણે બીજો રસ્તો પસંદ કર્યો.

આ પણ વાંચો:સિંધિયાએ પાર્ટી બદલી, હવે જમીન કૌભાંડની થશે તપાસ

સિંધિયા BJPના બેકબેંચર બની ગયા

ભારતીય યુથ કોંગ્રેસના સભ્યોને સંબોધતા રાહુલે કહ્યું કે, જો તેઓ કોંગ્રેસમાં રહ્યા હોત તો તેઓ મુખ્યપ્રધાન બની ગયા હોત પરંતુ તેઓ ભારતીય જનતા પાર્ટીના બેકબેંચર બની ગયા. જો મારા શબ્દોમાં કહેવામાં આવે તો તે ક્યારેય પણ મુખ્યપ્રધાન નહીં બની શકે.

આ પણ વાંચો:ભોપાલ પહોંચ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા, ભાજપના નેતાઓએ કર્યું સ્વાગત

સિંધિયા 22 ધારાસભ્યો સાથે કોંગ્રેસ પાર્ટી છોડીને BJPમાં જોડાયા હતા

ઉલ્લેખનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા 22 ધારાસભ્યો સાથે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમના આ પગલાએ કમલનાથ સરકારને જોખમમાં મૂકી દીધી હતી. હમણાં સુધી રાહુલ ગાંધીએ સિંધિયા વિશે કંઈ કહેવાનું ટાળ્યું હતું. રાહુલ ગાંધીએ કોંગ્રેસના યુવા સભ્યોને RSSની વિચારધારા સામે લડવાની અને સમાજના દરેક વર્ગને અવાજ ઉઠાવવાનું કહ્યુ હતું.

આ પણ વાંચો:જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના રાજકીય ભવિષ્યને લઈને ડરેલા છે: રાહુલ ગાંધી

Last Updated : Mar 9, 2021, 8:58 AM IST

ABOUT THE AUTHOR

...view details