વોશિંગ્ટન:અમેરિકાના ટેક્સાસમાં પોલીસે ગુરુવારે એક વ્યક્તિની (Texas police arrests woman) ધરપકડ કરી હતી. જ્યારે આ મહિલાએ 4 ભારતીય-અમેરિકન મહિલાઓના જૂથ પર હુમલો કર્યો હતો. જેનો એક વીડિયો (Social Media Viral Video) વાયરલ થયો હતો. જેમાં મહિલા ભારતીય સાથે દુર્વ્યવહાર કરી (Racial Attack on Indian Woman) રહી છે. તેમને ભારત પાછા જવા માટે કહી રહી છે. આ ઘટના બુધવારે રાત્રે ટેક્સાસના ડલ્લાસના પાર્કિંગ પ્લોટમાં બની હતી. જેની હવે ધરપકડ કરવામાં આવી છે. આ વીડિયોમાં પોતાને મેક્સિકન-અમેરિકન (a Mexican American woman) તરીકે ઓળખાવતી છે. ભારતીય અમેરિકનોના સમૂહ પર હુમલો કરતી જોવા મળે છે.
આ પણ વાંચો: ગોવા પોલીસના સુત્રોનો દાવો સોનાલી ફોગટની મોત ડ્રગ્સના ઓવરડોઝથી થઇ
ભારતીયોને નફરત: હું ભારતીયોને નફરત કરું છું. આ તમામ ભારતીયો અમેરિકા એટલા માટે આવે છે કારણ કે તેઓ વધુ સારું જીવન જીવવા ઇચ્છે છે. મહિલા વીડિયોમાં કંઈક કહેતી જોવા મળે છે. આ વીડિયો હવે વાયરલ થયો છે. સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય-અમેરિકન સમુદાયમાં આઘાતની લાગણી વ્યાપી છે. આ વીડિયોને કારણે અમેરિકામાં વરસા અનેક ભારતીયોની લાગણીને ઠેસ પહોંચી છે. મેક્સીકન-અમેરિકન મહિલાની ઓળખ પ્લાનોની એસ્મેરાલ્ડા અપટન તરીકે કરવામાં આવી છે.