ન્યુઝ ડેસ્ક: CBI છેલ્લા 542 દિવસથી એક કેસમાં તપાસ કરી રહી છે પણ હજુ સુધી કોઈ પણ પ્રકારના નિષ્કર્ષ પર નથી પહોંચી જેના કારણે સુપ્રિમ કોર્ટે CBIને ઝાટકી છે.
CBIની કાર્યક્ષમતાને લઈને સુપ્રિમ કોર્ટે કાઢી ઝાટકણી, કરી આ ટકોર - કેસ
CBIની કાર્યક્ષમતા પર આજે દેશની સુપ્રિમ કોર્ટમાં સવાલો ઉઠ્યા હતા. CBI છેલ્લા 542 દિવસોથી એક કેસની તાપસ કરી રહી છે પણ યોગ્ય નિષ્કર્ષ સુધી પહોંચવામાં અસફળ રહી છે, જેને લઈને સુપ્રિમ કોર્ટ CBIને ઝાટકી છે.
સુપ્રિમ કોર્ટમાં આજે ( શનિવાર ) એક કેસની સુનવણી હાથ ધરવામાં આવી હતી, આ કેસની તપાસ CBI છેલ્લા 542 દિવસથી કરી રહી હતી પણ કોઈ ચોક્કસ તારણ પર પહોંચી શકી નહોતી જેને લઈને સુપ્રિમ કોર્ટ CBIને કડટ શબ્દમાં ફટકાર લગાવી છે.
સુપ્રિમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે CBIની તપાસ બાદ પણ આરોપીઓને ઓછી સજા મળી રહી છે અને સજાનો સમય પણ ઓછો થઈ રહ્યો છે. આ બાબતે પણ સુપ્રિમ કોર્ટે CBIને સવાલો કર્યા હતા. સુપ્રિમ કોર્ટ દ્વારાCBI પાસે એક લિસ્ટ માંગવામાં આવ્યું છે, એ લિસ્ટમાં CBIને જણાવવાનું રહેશે કે તેમના કેટલા કેસો નિચલી અને હાઈકોર્ટમાં સફળ રહ્યા છે.