ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'શાહરુખ ખાન વિરુદ્ધ ષડયંત્ર'! ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાનની ધરપકડ પર મહારાષ્ટ્રના પ્રધાને ઉઠાવ્યા પ્રશ્ન - આર્યન ખાનની ધરપકડ પર પ્રશ્ન

મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકે (Minister of Maharashtra Nawab Malik) ડ્રગ્સ પાર્ટી મામલે આર્યન ખાનની ધરપકડ (Arrest of Aryan Khan) પર પ્રશ્ન ઉઠાવ્યા છે અને આને ષડયંત્ર ગણાવ્યું છે. નવાબ મલિકે આને અભિનેતા શાહરુખ ખાન (Sharukh Khan)ને ફસાવવાનું ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે દરોડામાં ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ સહિત 2 ખાનગી વ્યક્તિ સામેલ હતા.

ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાનની ધરપકડ પર મહારાષ્ટ્રના પ્રધાને ઉઠાવ્યા પ્રશ્ન
ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાનની ધરપકડ પર મહારાષ્ટ્રના પ્રધાને ઉઠાવ્યા પ્રશ્ન

By

Published : Oct 6, 2021, 6:19 PM IST

  • આર્યન ખાનની ધરપકડ પર નવાબ મલિકે ઉઠાવ્યા પ્રશ્ન
  • દરોડામાં સામેલ હતા 2 ખાનગી લોકો, એક BJPનો ઉપાધ્યક્ષ
  • બંનેની ભાજપના નેતાઓ સાથેની તસવીરો આવી સામે

મુંબઈ: NCP નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકે (Minister of Maharashtra Nawab Malik) ડ્રગ્સ પાર્ટી મામલે અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન (Aryan Khan)ની ધરપકડ પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને આને ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, છેલ્લા એક મહિનાથી ક્રાઇમ રિપોર્ટરને સૂચના આપવામાં આવી રહી હતી કે આગામી નિશાન અભિનેતા શાહરુખ ખાન છે.

દરોડામાં ભાજપના ઉપાધ્યક્ષ સહિત 2 ખાનગી વ્યક્તિ હતા

દરોડામાં ભારતીય પાર્ટીના ઉપાધ્યક્ષ સહિત 2 ખાનગી વ્યક્તિ હતા

NCPના રાષ્ટ્રીય પ્રવક્તા નવાબ મલિકે બુધવારના આરોપ લગાવ્યો છે કે 2 ઑક્ટોબરના કાર્ડેલિયા ક્રુઝ પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (Bureau of Narcotics Control)ના દરોડામાં ભારતીય પાર્ટીના ઉપાધ્યક્ષ સહિત 2 ખાનગી વ્યક્તિ સામેલ હતા.

આરોપીઓને ખેંચતા જોવા મળ્યા હતા બંને જણ

ભાજપના નેતા મનીષ ભાનુશાળી અને ખાનગી જાસૂસ કિરણ પી ગોસાવી આરોપીઓને ખેંચતા જોવા મળ્યા હતા

મહારાષ્ટ્રના લઘુમતિ બાબતોના પ્રધાન નવાબ મલિકે કહ્યું છે કે, ભાજપના નેતા મનીષ ભાનુશાળી અને ખાનગી જાસૂસ કિરણ પી ગોસાવીને આરોપીઓને ખેંચતા જોવામાં આવ્યા હતા, જેમાં સુપરસ્ટાર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ સામેલ છે.

ભાજપના નેતાઓ સાથેની તસવીરો આવી સામે

નવાબ મલિકે ભાજપના નેતાઓ સાથેની તસવીર પણ શેર કરી

મલિકે કહ્યું છે કે, ભાનુશાળીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપા અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ, વર્તમાન અને પૂર્વ કેન્દ્રીય અને રાજ્ય પ્રધાનો અને અન્ય વરિષ્ઠ ભાજપાઓની સાથેની તસવીરો પોસ્ટ કરી હતી. મલિકે મનીષ ભાનુશાળી તેમજ કિરણ પી ગોસાવીની ભાજપના નેતાઓની સાથેની તસવીર પણ શેર કરી છે.

ભાજપ અને NCB પાસે માંગ્યુ સ્પષ્ટીકરણ

નવાબ મલિકે આ આખા મામલે ભાજપ અને NCB પાસે સ્પષ્ટીકરણની માંગ કરી છે. તેમણે કહ્યું કે, એ સ્પષ્ટ હોવું જોઇએ કે આ 2 વ્યક્તિ કોણ છે અને તેઓ તથાકથિત જહાજ દરોડામાં કેમ જોવા મળ્યા હતા? આ બંને વ્યક્તિઓ નકલી છે અને NCBના દરોડા માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટેની છેતરપિંડી હતી. આ બંને સાથે ભાજપનું શું જોડાણ છે?

આ પણ વાંચો:Aryan Khan Drug Case : મુંબઈની ટીમને ગુજરાત NCB કરશે 'મદદ'

આ પણ વાંચો: NCBની પૂછપરછ દરમિયાન શાહરૂખ ખાનના પુત્ર આર્યને સ્વીકારી આ વાત, જાણો શું કહ્યું...

ABOUT THE AUTHOR

...view details