નવી દિલ્હી:બ્રિટનની મહારાણી એલિઝાબેથ IIના નિધન (Queen Elizabeth II death) અપર તેમના સન્માનમાં રવિવારે દેશભરમાં એક દિવસનો રાજ્ય શોક મનાવવામાં (India to observe a day of state mourning today) આવી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને આજે દેશની તમામ સરકારી સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ઝુકાવવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન, ઈન્ડિયા ગેટ, લાલ કિલ્લા પર પણ રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ લહેરાવામાં આવ્યો છે.
રાણી એલિઝાબેથ IIના સન્માનમાં દેશ અડધી કાંઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને શોક વ્યક્ત કરશે - આજે દેશમાં રાજ્ય શોકનો દિવસ
બ્રિટનની મહારાણી એલિઝાબેથ IIના અવસાન (Queen Elizabeth II death) પર આજે તેમના માનમાં દેશભરમાં એક દિવસનો શોક મનાવવામાં આવી રહ્યો છે. ગુરુવારે રાણીનું અવસાન થયું હતું. સ્વર્ગસ્થ રાણીના માનમાં, ભારત સરકારે આજે 11 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં એક દિવસનો રાજ્ય શોક મનાવવાનો નિર્ણય (India to observe a day of state mourning today) કર્યો છે.
![રાણી એલિઝાબેથ IIના સન્માનમાં દેશ અડધી કાંઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને શોક વ્યક્ત કરશે રાણી એલિઝાબેથ IIના માનમાં આજે દેશમાં રાજ્ય શોકનો દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16339933-thumbnail-3x2-elizabeth.jpg)
એક દિવસનો રાજ્ય શોક મનાવવાનો કર્યો નિર્ણય :એક અધિકારીએ નિવેદનમાં જણાવાયું હતું કે, સ્વર્ગસ્થ રાણીના માનમાં ભારત સરકારે આજે 11 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં એક દિવસનો રાજ્ય શોક મનાવવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કેે, રાજ્યના શોકના દિવસે, દેશભરમાં બધા ભવનો પર, રાષ્ટ્રીય ધ્વજ નિયમિતપણે લહેરાવવામાં આવે છે, રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ લહેરાશે અને તે દિવસે કોઈ સત્તાવાર મનોરંજન પ્રવૃત્તિઓ યોજવામાં આવશે નહીં.
મહારાણી એલિઝાબેથ IIના નિધન પર શોક કર્યો વ્યક્ત :વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે અમારા સમયની પ્રતિષ્ઠિત હતી, એક દયાળુ વ્યક્તિત્વ, જેણે પોતાના રાષ્ટ્ર અને લોકોને પ્રેરણાદાયી નેતૃત્વ પૂરું પાડ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાણી એલિઝાબેથ IIના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. બ્રિટિશ હાઈ કમિશને નવી દિલ્હીમાં હાઈ કમિશનરના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા ઈચ્છતા લોકો માટે શોક પુસ્તક રાખ્યું છે.