ગુજરાત

gujarat

ETV Bharat / bharat

QUAD દેશના પ્રમુખોની આજે પહેલી બેઠક, PM મોદી વર્ચ્યૂઅલ બેઠકમાં અનેક મુદ્દે કરશે ચર્ચા - ભારત

ક્વાડ દેશ એટલે કે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના પ્રમુખો વચ્ચે શુક્રવારે પહેલી બેઠક યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ચ્યૂઅલ બેઠકમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રને સ્વતંત્ર, મુક્ત અને સમાવેશી બનાવવા માટે સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે.

QUAD દેશના પ્રમુખોની આજે પહેલી બેઠક, PM મોદી વર્ચ્યૂઅલ બેઠકમાં અનેક મુદ્દેQUAD દેશના પ્રમુખોની આજે પહેલી બેઠક, PM મોદી વર્ચ્યૂઅલ બેઠકમાં અનેક મુદ્દે કરશે ચર્ચા કરશે ચર્ચા
QUAD દેશના પ્રમુખોની આજે પહેલી બેઠક, PM મોદી વર્ચ્યૂઅલ બેઠકમાં અનેક મુદ્દે કરશે ચર્ચા

By

Published : Mar 12, 2021, 10:38 AM IST

  • QUAD દેશના પ્રમુખોની આજે વર્ચ્યૂઅલ બેઠક
  • ચીની ઉત્પાદનો અંગે બેઠકમાં કરાશે ચર્ચા
  • ભારત સહિત અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા રહેશે હાજર

આ પણ વાંચોઃક્વાડ સમિટ: અમેરિકા માટે ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અવસરોની સાથે પડકાર

નવી દિલ્હીઃ ક્વાડ દેશના આ બેઠક સમકાલીન પડકારો જેવા કે ફ્લેક્સિબલ સપ્લાય ચેઇન, ઉભરતી અને મહત્વપૂર્ણ વાચાઓ, સમુદ્રી સુરક્ષા અને જળવાયુ પરિવર્તન જેવા મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરવાનો અવસર પૂરું પાડશે. આ બેઠકમાં વડાપ્રધાન મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા અને ઓસ્ટ્રેલાઈ વડાપ્રધાન સ્કોટ મોરિસન વચ્ચેની હિતવાળા ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે. આ દરમિયાન કોરોના મહામારીનો મુકાબલો કરવા અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષિત, સમાન અને સસ્તા ભાવે વેક્સિનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં સહયોગ પર પણ ચર્ચા થશે.

આ પણ વાંચોઃક્વાડ સમ્મેલન :જયશંકરે ટોક્યોમાં મારિસ પાયને સાથે વાતચીત કરી

ચીની ઉત્પાદનો પર નિર્ભરતા ઓછી કરવા અંગે થશે ચર્ચા

આ બેઠક દરમિયાન ચીની ઉત્પાદનો પર નિર્ભરતા ઓછી કરવા અંગે ચર્ચા થશે. એક રિપોર્ટ અનુસાર, ચીન વિશ્વમાં 60 ટકા દુર્લભ ધાતુઓનું ઉત્પાદન કરે છે અને બજાર પર પણ તેનો કબજો છે, જે વિશ્વ માટે પૂરવઠા અંગેની ચિંતા વધારે છે. ક્વાડ દેશોની આ વાર્તાનો ઉદ્દેશ નવી ઉત્પાદન ટેક્નિક અને વિકાસ પરિયોજનાઓના વિરાણમાં સહયોગ કરીને તેનો મુકાબલો કરવાનો છે.

ABOUT THE AUTHOR

...view details