ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતના નિર્ણયનું સ્વાગત કર્યું, ક્વોડ નેતાઓએ કોવિડ -19 રસીઓની નિકાસને આવકારી - વિશ્વના નેતા

ક્વોડ દેશોએ ઓક્ટોબરથી કોવેક્સ સહિત સુરક્ષિત અને અસરકારક COVID-19 રસીની નિકાસ ફરી શરૂ કરવાની ભારતની જાહેરાતને આવકારી છે. ભારતની બાયોલોજીકલ ઇ લિમિટેડ ઓક્ટોબર 2021 સુધીમાં જેન્સન રસીના 10 લાખ ડોઝનું ઉત્પાદન કરશે.

ભારતના નિર્ણયનું સ્વાગત કર્યું, ક્વોડ નેતાઓએ કોવિડ -19 રસીઓની નિકાસને આવકારી
ભારતના નિર્ણયનું સ્વાગત કર્યું, ક્વોડ નેતાઓએ કોવિડ -19 રસીઓની નિકાસને આવકારી

By

Published : Sep 25, 2021, 1:10 PM IST

  • વિશ્વના નેતાઓેએ ક્વાડ સમિટમાં ભાગ લીધો
  • રસીના 10 લાખ ડોઝનું ઉત્પાદન કરશે
  • 2022 ના અંત સુધીમાં ઓછામાં ઓછા એક અબજ સલામત

ડેસ્ક ન્યુઝ : ક્વાડ દેશોએ ઓક્ટોબરથી કોવેક્સ સહિત સુરક્ષિત અને અસરકારક COVID-19 રસીની નિકાસ ફરી શરૂ કરવાની ભારતની જાહેરાતને આવકારી છે. ભારતની બાયોલોજીકલ ઇ લિમિટેડ ઓક્ટોબર 2021 સુધીમાં જેન્સન રસીના 10 લાખ ડોઝનું ઉત્પાદન કરશે. આ સાથે, ભારત આ પ્રથમ કન્સાઇનમેન્ટના 50 ટકા નાણા પણ આપશે.

વ્હાઇટ હાઉસ દ્વારા જણાવામાં આવ્યું છે કે, કોવિડ -19 રસીના 79 મિલિયન ડોઝ પહેલાથી જ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પહોંચાડવામાં આવ્યા છે. ક્વાડ નેતાઓ બાયોલોજિકલ ઇ લિ.ના ઉત્પાદનનું સ્વાગત કરે છે, જેમાં 2022 ના અંત સુધીમાં ઓછામાં ઓછા એક અબજ સલામત અને અસરકારક કોવિડ -19 રસીઓના અમારા ક્વાડ રોકાણનો સમાવેશ થાય છે. તેમજ પુરવઠા તરફના પ્રારંભિક પગલાની જાહેરાત કરવામાં ગર્વ છે, જે ઇન્ડો-પેસિફિક અને વિશ્વમાં રોગચાળાને સમાપ્ત કરવામાં તરત મદદ કરશે.

વિશ્વના દેશોને નરેન્દ્ર મોદીએ જણાવ્યુ ..

આ પહેલા શુક્રવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઓસ્ટ્રેલિયન અને જાપાનીઝ સમકક્ષો સાથે ક્વાડ નેતાઓના પ્રથમ વ્યક્તિગત સમિટમાં ભાગ લીધો હતો, જેનું યુએસ પ્રમુખ જો બાયડન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ છે કે, પૂરો વિશ્વાસ છે કે ચાર દેશોનું આ જૂથ વિશ્વના ભલા માટે એક બળની જેમ કામ કરશે અને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં તેમજ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે. ભારત, યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ કરીને ભારત-પ્રશાંત ક્ષેત્રને કોઈપણ પ્રભાવથી મુક્ત રાખવાની વ્યૂહરચનાના ભાગરૂપે નવેમ્બર 2017માં ક્વાડની રચના કરવામાં આવી હતી.

અનેક રાષ્ટ્રના નેતા વ્હાઇટ હાઉસમાં ભેગા થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા રાષ્ટ્રપતિ જો બાઈડનના આમંત્રણ પર પ્રથમ સીધી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે વ્હાઇટ હાઉસમાં ભેગા થયા છે. પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં, જો બાઈડને જણાવ્યુ છે કે, વિશ્વની ચાર લોકશાહીઓ કોવિડથી સામાન્ય આબોહવા સંબંધિત પડકારોનો સામનો કરવા માટે ભેગા થયા છે. "આ જૂથમાં લોકશાહી ભાગીદારો છે જે વૈશ્વિક મંતવ્યો શેર કરે છે અને ભવિષ્ય માટે એક સમાન દ્રષ્ટિ ધરાવે છે."

આ પણ વાંચોઃ PM Modi US Visit: વોશિંગ્ટનની હોટલમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત, મહિલાઓને પૂછ્યું - 'કેમ છો'

આ પણ વાંચોઃ MODI-BIDEN MEETING : બાઇડને કહ્યું: ભારત-અમેરિકા વચ્ચે સંબંધ મજબૂત

ABOUT THE AUTHOR

...view details