નવી દિલ્હી : સ્ટાર ભારતીય બેંડમિન્ટન ખેલાડી પીવી સિંધુ Indian badminton player PV Sindhu શનિવારે તેના ડાબા પગમાં 'સ્ટ્રેસ ફ્રેક્ચર'ને PV Sindhu suffered a stress fracture in her left leg કારણે આગામી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર થઇ ગઇ છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતાએ ટ્વિટર પર શેર કરેલા નિવેદનમાં પુષ્ટિ કરી છે કે, તે 2022 વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર નીકળી જશે. સિંધુએ 2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, તેમજ બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે.
આ પણ વાંચો આખરે પ્રોફાઈલ ફોટો બદલીને ધોની પણ જોડાયો તિરંગા અભિયાનમાં
સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી થઇ બહાર હાડકાં અથવા પેશીઓ પર વધુ પડતા દબાણને કારણે હળવા સોજાને સ્ટ્રેસ ફ્રેક્ચર કહેવામાં આવે છે. સિંધુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ હું ટોચ પર છું. કમનસીબે મારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી ખસી જવું પડ્યું છે. મને દુખાવો થતો હતો અને કોમનવેલ્થ ગેમ્સની ક્વાર્ટર ફાઈનલમાં મને ઈજાથી પીડા થઈ હતી. પરંતુ મારા કોચ, ફિઝિયો અને ટ્રેનરની મદદથી મેં મારાથી બને તેટલું આગળ વધવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો જિમ્બાબ્વે વનડે સીરીજમાં દ્રવિડ નહીં પણ લક્ષ્મણ હશે ભારતીય ટીમના મુખ્ય કોચ
21થી 28 દરમિયાન યોજાશે ફાઈનલ દરમિયાન અને પછી પીડામાં વધારો જોવા મળ્યો હતો. તેઓ હૈદરાબાદ પાછા આવી ગયા હતા. તેમને એમઆરઆઈ પણ કરાવ્યું છે. ડૉક્ટરોએ તેમને ડાબા પગમાં સ્ટ્રેસ ફ્રેક્ચરની પુષ્ટિ કરી અને થોડા અઠવાડિયા માટે આરામ કરવાની સલાહ આપી છે. તેઓ થોડા અઠવાડિયા પછી ફરીથી પ્રેક્ટિસ શરૂ કરશે. સપોર્ટ અને પ્રેમ માટે તેમને બધાનો આભાર વ્યક્ત કર્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપ 21 ઓગસ્ટથી 28 ઓગસ્ટ દરમિયાન ટોક્યોમાં યોજાશે.