દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામી ફરીથી સીએમ (Uttarakhand CM Pushkar Singh Dhami) બનશે. ભાજપના વિધાનમંડળની બેઠક પૂરી થઈ ગઈ છે. બેઠકમાં પુષ્કર સિંહ ધામીને મુખ્યપ્રધાન બનાવવાનો નિર્ણય લેવામાં (new Chief Minister of Uttarakhand) આવ્યો છે. નવા મુખ્યપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ 23 માર્ચે યોજાઈ શકે છે.
આ પણ વાંચો:પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતના કર્યા વખાણ, જાણો કેમ
ધારાસભ્યથી બીજી વખત સીએમની ખુરશી સુધીઃ પુષ્કર સિંહ ધામી 2012માં પહેલીવાર ખાતિમા સીટથી ધારાસભ્ય બન્યા હતા. ત્યાર બાદ તેમણે, કોંગ્રેસના દેવેન્દ્ર ચંદને લગભગ 5 હજાર મતોના માર્જિનથી હરાવ્યા હતા. 2017ની ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં, ધામીએ સતત બીજી વખત ખાતિમાથી જીત મેળવી હતી. આ વખતે તેમણે કોંગ્રેસના ભુવનચંદ્ર કાપરીને 3 હજારથી ઓછા મતોથી હરાવ્યા હતા. 2022ની ચૂંટણીમાં તેમને કોંગ્રેસના ભુવન કાપરીએ 6 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. ઉત્તરાખંડમાં ભાજપે બહુમતી સાથે જીત મેળવી છે. રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે, સતત બીજી વખત કોઈ પણ પક્ષ સરકાર બનાવશે.
ભાજપે 47 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી: 2022ની વિધાનસભા ચૂંટણી માટે ઉત્તરાખંડમાં 14 માર્ચે રાજ્યભરમાં મતદાન થયું હતું. 10 માર્ચે મતગણતરી બાદ ભાજપે 47 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી. જ્યારે, કોંગ્રેસને 19 અને અપક્ષ અને બસપાને બે-બે બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો.
બેઠક બાદ સિંહે મુખ્યપ્રધાનના નામની જાહેરાત:ઉત્તરાખંડની પાંચમી વિધાનસભાને 11 દિવસની લાંબી રાહ બાદ આખરે મુખ્યપ્રધાન મળ્યા છે. સોમવારે બપોરે કેન્દ્રીય નિરીક્ષકો રાજનાથ સિંહ અને મીનાક્ષી લેખીએ ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાનના નામ પર ભાજપના પ્રદેશ કાર્યાલયમાં સાંસદો અને ધારાસભ્યો વચ્ચે ચર્ચા કરી. બેઠક બાદ સિંહે મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરી.