દેહરાદૂનઃ પુષ્કર સિંહ ધામીએ આજે ઉત્તરાખંડના 12માં મુખ્યપ્રધાન(12th Chief Minister of Uttarakhand) તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહે પુષ્કર સિંહ ધામીને હોદ્દા અને ગોપનિયતાના શપથ (Pushkar Singh Dhami Oath Ceremony)લેવડાવ્યા હતા. ઉત્તરાખંડમાં આ પહેલો પ્રસંગ છે જ્યારે સતત બીજી વખત મુખ્યમંત્રીને તક આપવામાં આવી છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં ધામીને ફરીથી નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બીજી તરફ પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બે તૃતીયાંશ બહુમતી મેળવીને સતત બીજી વખત સત્તા કબજે કરી છે. પરંતુ સીએમ ધામી પોતે ખાટીમા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા, તેમ છતાં ભાજપની ટોચની નેતાગીરીએ ધામી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમજ ધામીને છ મહિનામાં વિધાનસભાની ચૂંટણી જીતવી પડશે.
આ પણ વાંચો:Uttarakhand CM Oath : ઉત્તરાખંડના મુખ્યપ્રધાનની શપથવિધિમાં ગુજરાતના CM આપશે હાજરી
6 મહિનામાં વિધાનસભાના સભ્ય બનવું પડશે:પુષ્કર સિંહ ધામીના ફરીથી સીએમ બનવાને લઈને પાર્ટી કાર્યકર્તાઓમાં જબરદસ્ત ઉત્સાહ છે. દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત શપથ ગ્રહણના ઘણા લોકો સાક્ષી બન્યા હતા. કાર્યકરો ઢોલ વગાડી ઉજવણી કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બે તૃતીયાંશ બહુમતી મેળવીને સતત બીજી વખત સત્તા કબજે કરી છે. જે બાદ પાર્ટી હાઈકમાન્ડે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે, મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીને આગામી 6 મહિનામાં વિધાનસભાના સભ્ય બનવું પડશે. કારણ કે ધામીને આ વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.
યુવા કાર્યકરો પર તેમની સારી પકડ : ધામી ભારતીય જનતા યુવા મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ભાજપના યુવા કાર્યકરો પર તેમની સારી પકડ હોવાનું માનવામાં આવે છે. તેમને ફરીથી મુખ્યપ્રધાન બનાવવા પાછળની ભાજપની એક વ્યૂહરચના યુવા મતદારોને રીઝવવાની પણ હોઈ શકે છે. આ રણનીતિ 2024ની લોકસભા ચૂંટણીમાં રંગ બતાવશે!