ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપ શાસિત આ રાજ્યને મળ્યા નવા મુખ્યપ્રધાન, આજે લેશે શપથ

ઉતરાખંડના આગામી મુખ્ય પ્રધાન તરીકે ધારાસભ્ય પુષ્કરસિંહ ધામીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. દહેરાદૂનમાં યોજાયેલી વિધાનસભા પક્ષની બેઠકમાં તેઓ મુખ્યપ્રધાન પદ માટે ચૂંટાયા હતા. પૂર્વ મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે પુષ્કર ધામીના નામને મંજૂરી આપી હતી. આ બાદ મુખ્યપ્રધાન પદે ધામીના નામને અંતિમ સ્વરૂપ અપાયું હતું.

PUSHKAR SINGH DHAMI NEW CM OF UTTARAKHAND
ઉતરાખંડના નવા મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી

By

Published : Jul 3, 2021, 4:43 PM IST

  • ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન તરીકે પુષ્કરસિંહ ધામીની નિમણૂક
  • ઉતરાખંડ ભાજપ પક્ષની બેઠકમાં લેવાયો નિર્ણય
  • રાજભવન ખાતે ધામી આજે લેશે શપથ

દહેરાદૂન ( ઉત્તરાખંડ ) : પુષ્કરસિંહ ધામીની ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિર્ણય ભાજપ ધારાસભ્યની બેઠકમાં લેવામાં આવ્યો છે. રાજ્યના મોટા રાજકીય નેતાઓનાં નામ મુખ્યપ્રધાનની રેસમાં હતા. જેમાં મુખ્યપ્રધાન માટેની રેસમાં ધનસિંહ રાવત, સતપાલ મહારાજ, રમેશ પોખરીયલ નિશાંક, બિશુનસિંહ ચૂફાલ જેવા દિગ્ગજ નેતાઓ આગળ વધી રહ્યા હતા. આવી સ્થિતિમાં, આ બધાને બાજું પર રાખીને બેઠકમાં ભાજપે ખટીમાના ધારાસભ્ય પુષ્કરસિંહ ધામીના નામ પર મહોર લગાવી છે.

આ પણ વાંચો:તિરથસિંહ રાવતના રાજીનામા બાદ કોંગ્રેસે આજે પત્રકાર પરિષદ યોજીને ભાજપ પર નિશાન સાધ્યું

ધામીના નામનો પ્રસ્તાવ પર ધારાસભ્યોએ આપી મંજૂરી

પક્ષની બેઠક બાદ તોમારે જણાવ્યું હતું કે, ધામીના નામનો પ્રસ્તાવ મુખ્યપ્રધાન તિરથ સિંહ અને પ્રદેશ પાર્ટી અધ્યક્ષ મદન કૌશિક દ્વારા મુકવામાં આવ્યો હતો. જેને પૂર્વ મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત સહિતના ઘણા ધારાસભ્યોએ મંજૂરી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મીટિંગમાં ધામી સિવાય બીજા કોઈનું નામ સૂચવવામાં આવ્યું નથી.

આ પણ વાંચો:જો આવું થયું તો તીરથ સિંહ પછી મમતા બેનરજી પણ છોડી દેશે મુખ્યપ્રધાનની ખુરશી?

તિરથસિંહે રાજ્યપાલને આપ્યું હતું રાજીનામું

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં ઉભી થયેલી બંધારણીય કટોકટીની વચ્ચે પૂર્વ મુખ્યપ્રધાન તિરથસિંહ રાવત 4 મહિનાથી પણ ઓછા સમય પદ પર રહ્યા બાદ શુક્રવારે મોડીરાતે રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામું સોપ્યું હતું. જન પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 151-એ મુજબ, ચૂંટણી પંચને સંસદના બન્ને ગૃહો અને રાજ્યના વિધાનસભા ગૃહોની ખાલી બેઠકો ખાલી પડેલી બેઠકો પેટા-ચૂંટણીઓ દ્વારા ભરવાની સત્તા આપવામાં આવી છે, જેને 6 મહિનાની અંદર ખાલી બેઠક પર ચૂંટણી યોજવાની હોય છે.

ABOUT THE AUTHOR

...view details