- રાજ્યપાલ બેબી રાની મૌર્યની હાજરીમાં ધામીએ લીધી શપથ
- ધામી સરકારમાં પ્રધાનમંડળ યથાવત રાખવામાં આવ્યું
- પૂર્વ મુખ્યપ્રધાન તિરથસિંહ રાવત સહિત અનેક નેતાઓ રહ્યા ઉપસ્થિત
દહેરાદૂન ( ઉત્તરાખંડ ): પુષ્કરસિંહ ધામીએ આજે રવિવારે રાજભવન ખાતે રાજ્યના 11માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીને પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ દરમિયાન, પ્રધાનમંડળના ઘણા નેતાઓએ તેમની સાથે શપથ લીધા હતા. પુષ્કરસિંહ ધામી દ્વારા અગાઉના પ્રધાનમંડળમાં કોઈ ફેરબદલ કરવામાં આવ્યું નથી.
ઉત્તરાખંડના 11માં મુખ્યપ્રધાન તરીકે પુષ્કરસિંહ ધામી આ પણ વાંચો:કથિત કલ્કી અવતારનો સચિવને પત્ર, લખ્યું - પગાર અને રૂપિયા 16 લાખ ગ્રેજ્યુઈટી ચૂકવો નહીં તો દુષ્કાળ પાડીશ
નેતાઓએ પાર્ટીમાં કોઈપણ પ્રકારનો રોષ નકાર્યો
શપથ ગ્રહણ કાર્યક્રમમાં પ્રદેશ પ્રભારી દુષ્યંત ગૌતમ, ધનસિંહ રાવત, પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક, પૂર્વ મુખ્યપ્રધાન તિરથસિંહ રાવત, ત્રિવેન્દ્રસિંહ રાવત, રાજ્યસભાના સાંસદ નરેશ બંસલ, લોકસભાના સાંસદ અજય ટમ્ટા સહિતના મોટા નેતા ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન, તમામ નેતાઓએ પાર્ટીમાં કોઈપણ પ્રકારનો રોષ નકાર્યો હતો.
પૂર્વ મુખ્યપ્રધાનો સાથે કરી મુલાકાત
શપથ ગ્રહણ સમારોહ પૂર્વે વરિષ્ઠ નેતાઓની નારાજગી વચ્ચે પુષ્કરસિંહ ધામીએ પૂર્વ મુખ્યપ્રધાનો ત્રિવેન્દ્રસિંહ રાવત, તીરથસિંહ રાવત અને ભુવનચંદ ખંડુરીને મળ્યા હતા. આ સાથે તેઓ સતપાલ મહારાજને પણ મળ્યા હતા. ભાજપ પ્રદેશ કાર્યાલયમાં મળેલી બેઠક બાદ પુષ્કરસિંહ ધામીના નામની મહોર લાગી હતી. પૂર્વ મુખ્યપ્રધાનો તીરથસિંહ રાવત અને ત્રિવેન્દ્રસિંહ રાવત, કેન્દ્રીય પ્રધાન અને નિરીક્ષક નરેન્દ્ર તોમર અને પ્રદેશ પ્રભારી દુષ્યંતકુમાર ગૌતમ સહિત ભાજપના સાંસદો અને ધારાસભ્યોની હાજરીમાં ધામીના નામ પર મહોર લગાવવામાં આવી હતી. ધામી ખટીમાના ધારાસભ્ય છે. તેમનો જન્મ 16 સપ્ટેમ્બર 1975 માં થયો હતો.
ઉત્તરાખંડના 11માં મુખ્યપ્રધાન તરીકે પુષ્કરસિંહ ધામીએ લીધા શપથ આ પણ વાંચો:યુવકો સાથે વાત કરવાની સજાઃ ઘરવાળાઓએ યુવતીઓને બેશરમીથી મારી, લોકો બનાવતા રહ્યા વીડિયો
પુષ્કરસિંહ ધામી RSSના જમીનીસ્તરના નેતા
ધામીને ભગતસિંહ કોશ્યારીની ખૂબ નજીક માનવામાં આવે છે. પુષ્કરસિંહ ધામી RSSના જમીનીસ્તરના નેતા છે. રાજકારણના પ્રારંભિક તબક્કે, તેમણે ABVPમાં ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. ધામી 2 વખત ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
પુષ્કરસિંહ ધામીની રાજકીય યાત્રા
- 4 જુલાઈ 2021 - રાજ્યના 11માં મુખ્યપ્રધાન બન્યા
- 2017 - બીજી વખત ધારાસભ્ય બન્યા
- 2013 - ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા
- 2012 - પ્રથમ વખત ધારાસભ્ય બન્યા
- 2010-12 - અર્બન મોનિટરિંગ કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ રહ્યા
- 2005 - BJYMના પ્રદેશ પ્રમુખ રહ્યા
- 2001 - તત્કાલીન મુખ્યપ્રધાન ભગતસિંહ કોશ્યારીના OSD રહ્યાં
- 1994-1995 - વિદ્યાર્થી પરિષદનું સભ્યપદ લીધું