ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સિદ્ધુ મૂસેવાલાના પિતાને પણ જાનથી મારવાની ધમકી, તેમણે કહ્યુ - Siddhu moosewala murder case

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધુ મૂસેવાલાના મેઇલ પર ગેંગસ્ટરો દ્વારા ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો છે અને શૂટર એજે લોરેન્સના નામનો ઉપયોગ કરીને મેલ મોકલવામાં આવ્યો છે. પંજાબ પોલીસના સાયબર સેલ અને આઈટી વિંગે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે. Punjabi singer death, Siddhu moosewala murder case

સિદ્ધુ મૂસેવાલાના પિતાને પણ જાનથી મારવાની ધમકી, તેમણે કહ્યુ
સિદ્ધુ મૂસેવાલાના પિતાને પણ જાનથી મારવાની ધમકી, તેમણે કહ્યુ

By

Published : Sep 2, 2022, 3:35 PM IST

ચંદીગઢ: પંજાબી ગાયક (Punjabi singer death) સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહને ગેંગસ્ટરો તરફથી ધમકી મળી છે. જેના પર બલકૌર સિંહે ગુંડાઓની ધમકી પર મોટું નિવેદન આપ્યું છે. મુસેવાલાના પિતાએ કહ્યું કે, તેઓ ધમકીથી ડરતા નથી.

સિદ્ધુના પિતા બલકૌર સિંહને ગેંગસ્ટરો તરફથી ધમકી

મૂસેવાલાના પિતાનો જવાબ: મૂસેવાલાના પિતાનું કહેવું છે કે, તેઓ ગુંડાઓની કોઈપણ ધમકીથી (moosewala father killing threat) ડરતા નથી અને તેમના પુત્રને ન્યાય અપાવવા માટે તેઓ અંત સુધી લડશે.

કેસની તપાસ:પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધુ મૂસેવાલાના મેઇલ પર ગેંગસ્ટરો દ્વારા ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો છે અને શૂટર એજે લોરેન્સના નામનો ઉપયોગ કરીને મેલ મોકલવામાં આવ્યો છે. પંજાબ પોલીસના સાયબર સેલ અને આઈટી વિંગે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો:સોનાલી ફોગાટના ઘરે પહોંચી ગોવા પોલીસ, પ્રોપર્ટીના લેન્ડ લીઝ કેસની કરશે તપાસ

ગેંગસ્ટરોએ મેલ દ્વારા ધમકી આપી હતીઃસ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૂર સિંહને ગેંગસ્ટરોએ ધમકી આપી છે. હકીકતમાં ફરી એકવાર સિદ્ધુના પિતાને લોરેન્સ બિશ્નોઈ જૂથ દ્વારા ધમકી આપવામાં આવી છે. આ વખતે ગુંડાઓએ ફેસબુક પોસ્ટ દ્વારા નહીં, પરંતુ મેઈલ દ્વારા ધમકી આપી છે.

આ પણ વાંચો:ક્યારેક જોયો છે આધાર કાર્ડના રૂપમાં બનેલો ગણેશ પંડાલ

લોરેન્સ બિશ્નોઈ જૂથની ધમકીઃગેંગસ્ટરોએ મેઈલમાં લખ્યું હતું કે, 'વૃદ્ધ વ્યક્તિ નહીં સુધરશે તો તમારી હાલત તમારા પુત્ર કરતાં પણ ખરાબ થશે'. મેઈલમાં આગળ લખ્યું છે કે, 'મનુ અને જગરૂપ રૂપાની એન્કાઉન્ટર તમારા કારણે થઈ છે, આ બધું તમારી વારંવારની ફરિયાદને કારણે થયું છે.

29 મેના રોજ થઈ હતી હત્યાઃઉલ્લેખનીય છે કે, 29 મેના રોજ સિદ્ધુના 2 મિત્રો સાથે માનસા જિલ્લાના જવાહરકે ગામમાં જઈ રહ્યા હતા, ત્યારે તેમની પાછળ આવતી બલેરો અને કોરોલા કારે તેમની હત્યા (Siddhu moosewala murder case) કરી હતી.

ABOUT THE AUTHOR

...view details