મોહાલીઃ હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના કોલકા ગામમાં આવેલા ગોવિંદ સાગર તળાવમાં પંજાબના 7 યુવકોના ડૂબી જવાથી મૃત્યું થયા (Youth Drowned In River) છે. શ્રાવણ મહીનામાં બનુર શહેરથી માતા નૈના દેવીના દર્શન કરવા ગયા હતા. કહેવાય છે કે એક યુવક ન્હાવા માટે તળાવમાં કૂદી પડ્યો અને ડૂબવા લાગ્યો, તેને બચાવવા માટે અન્ય 6 યુવકો પણ તળાવમાં કૂદી પડ્યા હતા. પાણીના જોરદાર પ્રવાહને કારણે તેઓ પોતાની જાતને સંભાળી શક્યા ન હતા અને બધા ડૂબી ગયા હતા. આ અકસ્માત બાદ પંજાબના બનુરમાં શોકનો માહોલ છવાયો (Youth Died From Punjab) છે.
આ પણ વાંચોઃદિકરીઓ બની શ્વાનના આતંકનો ભોગ, નાશભાગમાં કૂવામાં પડતા એકનું મોત
પંજાબના મોહાલી જિલ્લાના રહેવાસીઃ ગોવિંદ સાગર તળાવમાં ડૂબી ગયેલા તમામ યુવકો પંજાબના મોહાલી જિલ્લાના બનુર વિસ્તારના રહેવાસી હોવાનું કહેવાય છે. મૃતકોમાં રમણ, પવન, અરુણ, લવ, લખવીર, વિશાલ અને શિવનો સમાવેશ થાય છે. તમામ મૃતદેહો મળી આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા (youth drowned in lake) છે. પોસ્ટમોર્ટમ બાદ આજે મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે. તમામ મૃતકોના પરિવારજનો દૈનિક મજૂરી કામ કરે છે.