અમૃતસરઃ વારસી દે પંજાબના મુખિયા અમૃતપાલ સિંહનું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસે એના ગામમાં નાકાબંધી કરી દીધી છે. પંજાબ પોલીસની જુદી જુદી ટીમ એના ગામમાં બાજ નજર રાખી રહી છે. જલુખેડા બાજુ આવતા દરેક રસ્તાઓ પર પોલીસ નજર રાખી રહી છે. પોલીસની સાથે સૈન્ય ટુકડીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. સુરક્ષાના મામલે અમૃતપાલસિંહના ગામને સીલ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Khalistan leader Amritpal Singh: અમૃતપાલ સિંહ નાસી છૂટ્યા બાદ હિમાચલ પોલીસ એલર્ટ પર
સંપર્ક વિહોણુંઃસમગ્ર ગામને સુરક્ષા છાવણીમાં ફેરવી નાંખવામાં આવ્યું છે. આ ગામને અન્ય રાજ્ય કે શહેરથી સંપર્ક વિહોણું કરી દેવામાં આવ્યું છે. આમ પણ પંજાબમાં આ ઑપરેશનને લઈને ઈન્ટરનેટ સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને એના પર પોલીસ નજર રાખી રહી છે. જ્યારે ગામની આસપાસના વિસ્તારમાં પણ સૈન્ય ટુકડીઓને તૈનાત કરી દેવામાં આવી છે.
શું બોલ્યા પિતાઃઅમૃતપાલસિંહના પિતાએ કહ્યું હતું કે, તે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયો હતો. પોલીસે રસ્તામાં એનો પીછો કર્યો હતો. પોલીસે પંજાબમાં નશા નિયંત્રણ પર ધ્યાન આપવું જોઈએ. યુવાનો નશાની ચૂંગાલમાં ફસાઈ રહ્યા છે. આ યુથને એમાંથી બહાર કાઢવા જોઈએ. જેના કારણે પંજાબ સરકારનો વિકાસ થાય. જેથી પંજાબ ખરી પ્રગતિનું સાક્ષી બની રહે. હજુ પણ મને ખબર નથી કે અમૃતપાલની ધરપકડ થઈ છે કે, નહીં. જે પોલીસ ઘરમાં તપાસ કરી રહી છે એને પૂરતો સહયોગ અમે આપી રહ્યા છીએ.
કાર્યક્રમમાં આવવાનો હતોઃઅમૃતપાલ ગુરૂભાઈ આંદોલનને મુખ્ય રીતે ફોક્સ કરીને બઠિંડાના ગાંવ ચોકમાં યોજાનારા એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવવાનો હતો. એના સમર્થકોને પણ ત્યાં ખાસ હાજર રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. અજનાલામાં થયેલી ઘટના બાદ ખાલસા વ્હીર બંધ કરી દેવામાં આવ્યું હતું. જેને ફરીથી શરૂ કરવામાં આવ્યું.
આ પણ વાંચોઃ Umesh Pal Murder Case : માફિયા અતીક અહેમદની ગેંગમાં તેના પરિવારના સભ્યોના નામ સામેલ થશે
પંજાબ પોલીસઃજેવો આ કાર્યક્રમ માટે અમૃતપાલસિંહ પોતાના સ્થળેથી રવાના થયો ત્યારથી પંજાબ પોલીસ એનો પીછો કરી રહી હતી. જ્યારે એનો કાફલો શાહકોટ પહોંચ્યો ત્યારે પંજાબ પોલીસે ઘેરો બનાવીને એને ઘેરી લીધો હતો. આ સમગ્ર ઑપરેશન બાદ મોંગામાં મોટી સંખ્યામાં પોલીસ ટુકડી ઊતારી દેવામાં આવી હતી. અમૃતપાલને બચાવવા માટે મોટી સંખ્યામાં સમર્થકોને પણ બોલાવવામાં આવી રહ્યા છે. પણ પંજાબના કેટલાક જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જેથી સ્થિતિ વધારે પડતી વણસે નહીં.