- પંજાબ પોલીસે દિવાળીની પૂર્વસંધ્યાએ આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો
- ખેતરમાં છુપાવી રાખ્યો હતો ટિફિન બોમ્બ
- દોષીને આશ્રય આપનાર બે લોકોની ધરપકડ
ચંદીગઢ: પંજાબના સરહદી રાજ્યમાં અન્ય સંભવિત આતંકવાદી હુમલામાં, પંજાબ પોલીસે દિવાળીની પૂર્વસંધ્યાએ ફિરોઝપુર જિલ્લાના ભારત-પાક સરહદ નજીક અલી કે ગામમાં ખેતરોમાં છુપાયેલો બીજો ટિફિન બોમ્બ મેળવ્યો (tiffin bomb recovered) છે.
ગોરાની પણ ધરપકડ
આ સંદર્ભમાં માહિતી આપતા પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઈકબાલ પ્રીત સિંહ સહોતાએ જણાવ્યું હતું કે, લુધિયાણા ગ્રામીણ પોલીસે સોમવારે જલાલાબાદ બોમ્બ બ્લાસ્ટ કેસના દોષી રણજીત સિંહ ઉર્ફે ગોરાને આશ્રય આપવા અને મદદ કરવાના આરોપ હેઠળ બે લોકોની ધરપકડ કરી હતી. જલાલાબાદ બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસ NIA કરી રહી છે. તેમણે કહ્યું કે, ધરપકડ કરાયેલા લોકોની ઓળખ જસવંત સિંહ ઉર્ફે શિંદા બાબા નિવાસી ગામ ઝુગે નિહંગન વાલા, ફિરોઝપુર અને બળવંત સિંહ નિવાસી ગામ વાલીપુર ખુર્દ, લુધિયાણા તરીકે થઈ છે. આ ઉપરાંત રણજીત સિંહ ઉર્ફે ગોરાની પણ ધરપકડ કરવામાં આવી છે.
ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતો ઝુગે નિહંગા
ઉલ્લેખનીય છે કે ઝુગે નિહંગા વાલે ગામનો બલવિંદર સિંહ ઉર્ફે બિંદુ 15 સપ્ટેમ્બર 2021ના રોજ રાત્રે લગભગ 8 વાગ્યે જલાલાબાદ શહેરમાં એક મોટરસાઇકલ બ્લાસ્ટમાં માર્યો ગયો હતો. તે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતો હતો. જલાલાબાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ત્રણ દોષિતોની પહેલેથી જ ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી 1 ટિફિન બોમ્બ, 2 પેન ડ્રાઈવ અને 1 લાખ 15 હજાર રૂપિયાની રોકડ મળી આવી છે.