- પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યપ્રધાન પદ પરથી આપ્યું રાજીનામુ
- પંજાબના નવા મુખ્ચપ્રધાન ચરણજિત સિંહ ચન્ની બન્યા
- ચન્ની આજે 11 વાગ્યે રાજ્યના આગામી મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા
ચંડીગ/નવી દિલ્હી: કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસ હાઇકમાન્ડે કેબિનેટ પ્રધાન અને ત્રણ વખતના ધારાસભ્ય ચરણજીત સિંહ ચન્નીને આ જવાબદારી સોંપવામાં આવી છે. ચન્ની આજે 11 વાગ્યે રાજ્યના આગામી મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા.
ચરણજીત સિંહ ચન્ની પંજાબના મુખ્યપ્રધાન બન્યા
ચરણજીત સિંહ ચન્ની પંજાબના મુખ્યપ્રધાન બન્યા છે, ત્યારે 58 વર્ષીય ચન્ની સવારે 11 વાગ્યે મુખ્યપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરશે. કોંગ્રેસના પંજાબ પ્રભારી હરીશ રાવતે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચન્નીની ચૂંટણી અંગે માહિતી આપી હતી. રાવતે ટ્વીટ કર્યું કે, ચરણજીત સિંહ ચન્નીને સર્વસંમતિથી કોંગ્રેસ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેની જાહેરાત કરતા મને ખૂબ જ આનંદ થાય છે. ધારાસભ્ય પક્ષના નેતા ચન્ની ચૂંટાયા બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ અને પ્રદેશ પ્રભારી હરીશ રાવત રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મળ્યા અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. રાજ્યપાલને મળ્યા બાદ ચન્નીએ પત્રકારોને જણાવ્યું કે, રાજ્યપાલે સોમવારે સવારે 11 વાગ્યે શપથગ્રહણ માટે બોલાવ્યા છે.
આ પણ વાંચો:તમામ મંત્રીઓ સાથે પંજાબના મુખ્યપ્રધાન પદેથી કેપ્ટન અમરિંદર સિંહે આપ્યું રાજીનામું
ચન્નીને પાર્ટીના અન્ય ઘણા નેતાઓએ અભિનંદન આપ્યા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વરિષ્ઠ નેતાઓ અમરિંદર સિંહ, મનીષ તિવારી અને પાર્ટીના અન્ય ઘણા નેતાઓએ ચન્નીને અભિનંદન આપ્યા હતા. અમરિંદર સિંહે આશા વ્યક્ત કરી કે તેઓ સરહદી રાજ્ય પંજાબ અને લોકોની રક્ષા કરી શકશે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, ચરણજીત સિંહ ચન્નીને નવી જવાબદારી માટે અભિનંદન પાઠવ્યા હતા આપણે પંજાબના લોકોને આપેલા વચનો પૂરા કરવાનું ચાલુ રાખવું પડશે. શ્રદ્ધા સૌથી મહત્વની છે. અગાઉ રાજ્યના વરિષ્ઠ કોંગ્રેસી નેતા સુખજિંદર સિંહ રંધાવાના નામની ચર્ચા મુખ્યપ્રધાન પદની રેસમાં સૌથી આગળ હતી જોકે છેલ્લા પ્રસંગે કોંગ્રેસ હાઇકમાન્ડે ચન્નીના નામને પર મહોર લગાવી હતી.