- ૌભાંડી-ભાગેડુ મેહુલ ચોક્સી એન્ટિગુઆમાંથી થયો ગુમ
- મેહુલ ચોક્સી બારબુડા અને એન્ટિગુઆની નાગરિકતા લઈ ચૂક્યો છે
- રવિવારે દક્ષિણ વિસ્તારમાં ગાડી ચલાવતા જોવા મળ્યો હતો મેહુલ ચોક્સી
એન્ટિગુઆ/નવી દિલ્હીઃ ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી કેરિબિયાઈ દ્વિપીય દેશ એન્ટિગુઆ અને બારબુડામાં રહે છે, પરંતુ તે અચાનક ત્યાંથી ગુમ થઈ ગયો છે. જોકે, પોલીસ તેની તપાસમાં લાગી છે.
આ પણ વાંચોઃભાગેડું નીરવ મોદીને ભારત લાવી શકાશે, યૂકે કોર્ટે આપી મંજૂરી
ચોક્સીના વકીલે પણ કોઈ જવાબ ન આપ્યો
સ્થાનિક મીડિયા સંસ્થાએ પોલીસ કમિશનર એટલી રોડનેના હવાલાથી મંગળવારે જણાવ્યું હતું કે, પોલીસ ભારતીય વેપારી મેહુલ ચોક્સીની તપાસમાં લાગી છે. આ અંગે મળતી વિગત અનુસાર, રવિવારે કૌભાંડી મેહુલ ચોક્સી દક્ષિણ વિસ્તારમાં ગાડી ચલાવતા જોવા મળ્યો હતો. ચોક્સીના વકીલે પણ આ અંગે કોઈ જવાબ નહતો આપ્યો. ચોક્સીએ જાન્યુઆરી 2018માં ભારતથી ભાગતા પહેલા વર્ષ 2017માં કેરિબિયાઈ દ્વિપીય દેશ એન્ટિગુઆ અને બારબુડાની નાગરિકતા મેળવી લીધી હતી.
આ પણ વાંચોઃવિજય માલ્યા કેસ: બ્રિટન હાઈકોર્ટથી વિજય માલ્યાને ઝટકો, ભારતીય બેન્ક વસૂલ કરશે પોતાના પૈસા
કૌભાંડી નીરવ મોદી લંડનની જેલમાં બંધ છે
ચોક્સી તેના ભત્રીજા કૌભાંડી નીરવ મોદી પર કેટલીક બેન્ક અધિકારીઓ સાથે મળીને પંજાબ નેશનલ બેન્ક સાથે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. નીરવ મોદી પણ લંડનની એક જેલમાં બંધ છે. બંને વિરુદ્ધ CBI તપાસ કરી રહી છે. આ મામલામાં નીરવ મોદી સિવાય તેની પત્ની એમી મોદી, ભાઈ નિશલ મોદી અને મામો મેહુલ ચોક્સી પણ આરોપ છે.