ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Ludhiana Cash Van Robbery : લુધિયાણા કેશ વાન 8.49 કરોડ રૂપિયાની લૂંટ કેસમાં મોટી સફળતા, 5ની ધરપકડ - પંજાબ CMS કંપનીમાં લૂંટ

પંજાબના લુધિયાણામાં કેશ વાન લૂંટના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ.

Ludhiana Cash Van Robbery : લુધિયાણા કેશ વાન 8.49 કરોડ રૂપિયાની લૂંટ કેસમાં મોટી સફળતા, 5ની ધરપકડ
Ludhiana Cash Van Robbery : લુધિયાણા કેશ વાન 8.49 કરોડ રૂપિયાની લૂંટ કેસમાં મોટી સફળતા, 5ની ધરપકડ

By

Published : Jun 14, 2023, 8:16 PM IST

ચંદીગઢ : ​​પંજાબના લુધિયાણાની CMS કંપનીમાં 8.49 કરોડ રૂપિયાની લૂંટના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. રાજ્યના સીએમ ભગવંત સિંહ માન એ થોડા સમય પહેલા આ અંગે ટ્વીટ કરીને આરોપીઓની ધરપકડના સંકેત આપ્યો હતો. આ પછી તરત જ ડીજીપી પંજાબ ગૌરવ યાદવે ટ્વીટ કરીને માહિતી શેર કરી કે આ કેસમાં 5 લૂંટારાઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસને મળી મોટી સફળતા : ડીજીપીનું ટ્વીટ એક મોટી સફળતામાં લુધિયાણા પોલીસે એકાઉન્ટ ઈન્ટેલિજન્સની મદદથી 60 કલાકથી ઓછા સમયમાં કેશ વાન લૂંટનો મામલો ઉકેલી નાખ્યો છે. આ ઘટનામાં સંડોવાયેલા 10 આરોપીઓમાંથી 5 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને રકમ રીકવર કરવામાં આવી છે. સાથે જ કેસની તપાસ ચાલી રહી છે.

લુધિયાણા પોલીસ કમિશનરનો DGP ને પત્ર : ઉલ્લેખનીય છે કે, લુધિયાણામાં CMS કંપનીની ઓફિસમાંથી 8.49 કરોડ રૂપિયાની લૂંટના સંદર્ભમાં પોલીસ કમિશનર મનદીપ સિદ્ધુએ DGP ગૌરવ યાદવને કંપનીનું લાઇસન્સ રદ કરવા માટે પત્ર લખ્યો હતો. પત્રમાં સિદ્ધુએ કહ્યું કે સુરક્ષાના મામલે કંપની તરફથી બેદરકારી દાખવવામાં આવી છે. કંપની જુગાડુ સિસ્ટમથી કામ કરતી હતી. સિક્યુરિટી ગાર્ડને ઓવરટાઇમ કામ કરાવવામાં આવી રહ્યા હતા. કરોડો રૂપિયાની રોકડ સાથે માત્ર બે ગાર્ડ તૈનાત હતા.

CCTV વિડિયો સુરક્ષિત કરવામાં નિષ્ફળતા : તેમણે આગળ લખ્યું કે, દરેક સિક્યુરિટી કંપનીના CCTV - DVRને ઓનલાઈન ક્લાઉડ સિસ્ટમ સાથે લિંક કરવામાં આવ્યા છે. જેથી જો ક્યારેય કોઈ લૂંટ થાય તો CCTV ફૂટેજ ઓનલાઈન ક્લાઉડ પર સેવ થઈ જાય. સીએમએસ કંપનીમાં 50 જેટલા CCTV કેમેરા અને પાંચ DVR લગાવવામાં આવ્યા હતા. આ બદમાશો તેમની સાથે તમામ DVR લઈ ગયા હતા. તેમના ફૂટેજ પણ ક્લાઉડ સિસ્ટમ સાથે જોડાયેલા નહોતા, જેના કારણે તેમની ઓળખ કરવી પોલીસ માટે મોટો પડકાર બની ગયો હતો.

ખરાબ સેન્સર સિસ્ટમથી લૂંટારાઓને ફાયદો :સીપીએ પત્રમાં લખ્યું છે કે, સીએમએસ કંપનીની સેન્સર સિસ્ટમ બહુ સફળ રહી નથી. જેનાથી લૂંટારાઓને કંપનીમાં ઘૂસવામાં મદદ મળી હતી. સેન્સર સિસ્ટમ સાથે છેડછાડ કરવા પર તરત જ સાયરન વાગવું જોઈએ, પરંતુ જ્યારે લૂંટારાઓએ વાયર કાપી નાખ્યા ત્યારે ઉચ્ચ અધિકારીઓ કે પોલીસ કંટ્રોલ સુધી કોઈ માહિતી પહોંચી ન હતી.

  1. Ahmedabad Crime : લૂંટના ઈરાદે અમદાવાદ આવેલો આરોપી હથિયાર સાથે ઝડપાયો, ગુજરાતમાં અનેક લૂંટને આપી ચૂક્યો છે અંજામ
  2. Rajkot Crime : રાજકોટમાં નોકરાણીએ દૂધમાં ઘેનની દવા નાખીને લૂંટ ચલાવી ભવનાથમાં રોકાઈ, ત્રણ શખ્સોની ધરપકડ
  3. Rajkot News: રાજકોટમાં વૃદ્ધાને બંધક બનાવીને ઘરકામ કરતી મહિલાએ કરી લૂંટ

ABOUT THE AUTHOR

...view details