ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબના મુખ્યપ્રધાન માનને આંચકો, રાજ્યપાલે 'વન MLA વન પેન્શન' વટહુકમ કર્યો પરત - One MLA One Pension

પંજાબના રાજ્યપાલે ભગવંત માન સરકારનો 'વન MLA વન પેન્શન' વટહુકમ પરત (Governor Punjab Returned Pension Ordinance An MLA) કર્યો છે. પંજાબ વિધાનસભાનું સત્ર જૂનમાં મળવાનું છે.

પંજાબના મુખ્યપ્રધાન માનને આંચકો, રાજ્યપાલે 'વન MLA વન પેન્શન' વટહુકમ કર્યો પરત
પંજાબના મુખ્યપ્રધાન માનને આંચકો, રાજ્યપાલે 'વન MLA વન પેન્શન' વટહુકમ કર્યો પરત

By

Published : May 26, 2022, 12:58 PM IST

ચંદીગઢ: પંજાબમાં મુખ્યપ્રધાન ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (આપ) સરકારને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યપાલ બીએલ પુરોહિતે તેમનો 'વન MLA-વન પેન્શન' વટહુકમ (Governor Punjab Returned Pension Ordinance An MLA) પરત કર્યો છે. માન સરકારને પંજાબ વિધાનસભામાં બિલ પાસ કરાવીને મોકલવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યપાલ કાર્યાલય તરફથી મોકલવામાં આવેલી નોટમાં કહેવામાં આવ્યું છે કે, પંજાબ વિધાનસભાનું સત્ર જૂનમાં મળવાનું છે, તેથી સરકારે તેના માટે વટહુકમ લાવવાની જરૂર નથી.

આ પણ વાંચો:નરેન્દ્ર મોદીની સરકારના 8 વર્ષ, સામાન્ય માણસને શું મળ્યું?

ધારાસભ્યને માત્ર એક ટર્મનું પેન્શન મળશે : પંજાબમાં નવી સરકાર બન્યા બાદ મુખ્યપ્રધાન ભગવંત માને 'વન MLA-વન પેન્શન'નો નિર્ણય લીધો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, હવે ધારાસભ્યને માત્ર એક ટર્મનું પેન્શન મળશે, પછી ભલે તે કેટલી વાર ધારાસભ્ય બન્યા હોય. અત્યાર સુધી ધારાસભ્ય દરેક વખતે એડ કરીને પેન્શન મેળવતા હતા. આ સાથે વાર્ષિક 19.53 કરોડની બચતનો દાવો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:હવે ગોલ્ડન ટેમ્પલમાં નહીં વાગે આ સંગીત વાદ્ય

પંજાબ સ્ટેટ લેજિસ્લેટર મેમ્બર્સ એક્ટમાન :સરકાર કેબિનેટમાં આ પ્રસ્તાવ લાવી હતી, જેમાં પંજાબ સ્ટેટ લેજિસ્લેટર મેમ્બર્સ (પેન્શન અને મેડિકલ ફેસિલિટીઝ) એક્ટ 1977માં સુધારો કરવામાં આવ્યો હતો. આ વટહુકમ પસાર કરીને રાજ્યપાલને મોકલવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details