ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબ સરકારે મુખ્ત્યાર અંસારીને લઇ જવા માટે યુપી સરકારને પત્ર લખ્યો - Panjab news

ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર મુખ્ત્યાર અંસારીનો મામલો વધુ જટિલ બન્યો છે. પંજાબ સરકારે યુપી સરકારને એક પત્ર લખીને મુખ્ત્યાર અંસારીને લઇ જવા પત્ર લખ્યો હતો. કોર્ટે મુખ્ત્યાર અંસારીને લઇ જવા 15 દિવસનો સમય આપ્યો છે.

મુખ્ત્યાર અંસારી
મુખ્ત્યાર અંસારી

By

Published : Apr 4, 2021, 1:59 PM IST

  • યુપીના ધારાસભ્ય અને ગેંગસ્ટર મુખ્ત્યાર અંસારીનો મામલો જટિલ બન્યો
  • પંજાબ સરકારે યુપી સરકારને એક પત્ર લખીને મુખ્ત્યાર અંસારીને લઈ જવા પત્ર લખ્યો
  • મુખ્ત્યાર અંસારીને યુપી પોલીસને સોંપવા માટે 15 દિવસનો આદેશ આપ્યો

ચંડીગઢ :ઉત્તર પ્રદેશના ધારાસભ્ય અને ગેંગસ્ટર મુખ્ત્યાર અંસારીનો મામલો જટિલ બની રહ્યો છે. પંજાબ સરકારે યુપી સરકારને એક પત્ર લખીને મુખ્ત્યાર અંસારીને 8મી એપ્રિલ સુધીમાં વ્યવસ્થા પૂર્ણ કરવા અને તેમને યુપી લઈ જવા માટે પત્ર લખ્યો હતો. સુપ્રીમ કોર્ટે લાંબા સમયથી ખંડણી મામલે રોપર જેલમાં બંધ મુખ્ત્યાર અંસારીને યુપી પોલીસને સોંપવા માટે 15 દિવસનો આદેશ આપ્યો છે.

પંજાબ સરકારે લખેલો પત્ર

આ પણ વાંચો : ઉત્તરપ્રદેશમાં મુખ્તાર અંસારીના જીવને જોખમઃ સાંસદ અફઝલ અંસારી

મુખ્ત્યાર અંસારીની તબિયત લથડતાં કોર્ટમાં રજૂ થયો

મુખ્ત્યાર અંસારીની તબિયત લથડતાં કોર્ટમાં રજૂ થયો ન હતો. જેની તબિયતને બહાનું ખફાદાર કોર્ટે એવી રજૂઆત કરી હતી કે મુખ્ત્યાર અંસારીને યુપી જવું જ પડશે. હકીકતમાં, મુહાલી પોલીસે ઉદ્યોગપતિ પાસેથી ખંડણી માંગવા બદલ અંસારીની ધરપકડ કરી હતી. તેને રોપર જેલમાં મોકલી આપ્યો હતો.

આ પણ વાંચો : કૃષ્ણાનંદ રાય હત્યાકાંડ: મુખ્તાર અંસારી સહિત તમામ આરોપી છૂટી ગયા

યુપી પોલીસે વારંવાર યુપી લઈ જવાની કોશિશ કરી

યુપી પોલીસે તેને વારંવાર યુપી લઈ જવાની કોશિશ કરી હતી. પરંતુ પંજાબ સરકારે મુખ્ત્યાર અંસારીની તબિયતનું બહાનું આપી તેને ખાલી મોકલી દીધી હતી. છેવટે યુપી પોલીસે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી હાથ ધરી.

ABOUT THE AUTHOR

...view details