ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Punjab Elections Results 2022: પંજાબમાં AAPની લહેર, બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવી - Punjab Congress

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના(Punjab Elections Results 2022 )પરિણામો ઝડપથી આવવા લાગ્યા છે. પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપની સરકાર જોવા મળી રહી છે. જેમાં આમ આદમી પાર્ટીએ(Aam Aadmi Party) મોટી જીત મેળવી છે. આમ આદમી પાર્ટીએ પંજાબમાં 92 બેઠક મેળવીને બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે.

Punjab Elections Results 2022
Punjab Elections Results 2022

By

Published : Mar 10, 2022, 7:29 PM IST

Updated : Mar 11, 2022, 9:14 AM IST

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો(Punjab Elections Results 2022) ઝડપથી આવવા લાગ્યા છે. પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપની સરકાર જોવા મળી રહી છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે.

યુપીમાં 36 વર્ષનો રેકોર્ડ તોડીને બીજેપી સત્તામાં

ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીની(Assembly Elections 2022)આજે યોજાઈ રહેલી મતગણતરી અંતર્ગત પાંચ રાજ્યોની તસવીરો લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. પંજાબે આ ચૂંટણીમાં ઈતિહાસ રચ્યો છે. અરવિંદ કેજરીવાલની પાર્ટી પંજાબમાં બહુમતી કરતા ઘણા વધારે આંકડા સાથે સરકાર બનાવી રહી છે. માત્ર પંજાબમાં જ નહીં, AAPએ ગોવામાં પણ પોતાની હાજરી અનુભવી છે. યુપીમાં 36 વર્ષનો રેકોર્ડ તોડીને બીજેપી સતત બીજી વખત સત્તામાં પરત ફરી રહી છે. સીએમ યોગીએ કહ્યું કે ભાજપ સરકારના વિકાસ કાર્યો અને સુશાસન માટે યુપીની જનતા ફરી સરકાર લાવી છે.

આ પણ વાંચોઃUP Election Result 2022: પ્રિયંકાના નેતૃત્વમાં કાર્યકર્તાની આશા નિરાશ, કોંગ્રેસ માટે કોઈ ચમત્કાર ન કરી શક્યા

પંજાબના દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો

જ્યારે પંજાબમાં ચૂંટણી પરિણામોને જોઈને બધા હેરાન થઈ ગયા છે. જેમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત મેળવી છે. આમ આદમી પાર્ટીએ પંજાબમાં 92 બેઠક મેળવીને બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે. એટલું જ નહી પંજાબના દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. આખરે લોકોના મનમા શું ચાલતું હતું તે કોઈ સમજી શક્યા નહીં. પંજાબમાં AAP 92, કોંગ્રેસ 18, અકાલી પ્લસ 4, BJP પ્લસ 2 અને અન્ય 1

આ બેઠક પરથી લડ્યા

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિદ્ધુ તેમની જૂની બેઠક અમૃતસર પૂર્વથી ચૂંટણી મેદાનમાં છે. સીએમ ચરણજીત ચન્ની પણ તેમની ચમકૌર સાહિબ અને ભદૌર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ભગવંત માનને ધુરી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. ત્યાં જ કોંગ્રેસ છોડીને આવેલા પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ પટિયાલા અર્બન સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. બિક્રમ સિંહ મજીઠિયાએ નવજોત સિંહ સિદ્ધુના પડકારને ધ્યાનમાં લઈને અમૃતસર પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી છે. બીજી તરફ SAD ચીફ સુખબીર બાદલ આ વખતે જલાલાબાદ સીટ પરથી ચૂંટણી લડ્યા છે.

મોટા નેતાઓની હાર

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબ બેઠક પરથી હાર થઈ છે. AAPના ચરણજીત સિંહએ જીત (Punjab Elections Results 2022)મેળવી છે. તેમને 69,981 મત મેળવી જીત મેળવી છે. પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંઘની પટિયાલા બેઠક પરથી હાર થઈ છે. આમ આદમી પાર્ટીની સુનામીમાં મોટા નેતાઓની હાર થઈ રહી છે.

આ પણ વાંચોઃPunjab Elections Results 2022 : નવજોતસિંહ સિદ્ધુની કારમી હાર, અમૃતસર પૂર્વ બેઠક પર મળી ગયો જાકારો

Last Updated : Mar 11, 2022, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details