ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Punjab Elections 2022 : ભગવંત માન એ ચહેરો જેણે આમ આદમી પાર્ટીને પંજાબમાં જીત ભણી દોરી, રાજકીય કારકિર્દી જાણો

પંજાબના પરિણામો ચૂંટણી પરિણામોના (Punjab Elections 2022 )આજના દિવસે સેન્ટર ઓફ એટ્રેકશન બન્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન પદના ચહેરા ભગવંત માનના (Bhagwant Maan Political Career)માનપાન વધી ગયાં છે. પાર્ટી બહુમત તરફ (Aam Aadmi Party victory in Punjab ) આગળ વધી ગઇ છે. આવો જાણીએ ભગવંત માનની રાજકીય કારકિર્દી વિશે.

Punjab Elections 2022 :  ભગવંત માન એ ચહેરો જેણે આમ આદમી પાર્ટીને પંજાબમાં જીત ભણી દોરી, રાજકીય કારકિર્દી જાણો
Punjab Elections 2022 : ભગવંત માન એ ચહેરો જેણે આમ આદમી પાર્ટીને પંજાબમાં જીત ભણી દોરી, રાજકીય કારકિર્દી જાણો

By

Published : Mar 10, 2022, 1:54 PM IST

ન્યૂઝ ડેસ્કઃ પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં (Punjab Elections 2022 )સમર્થનનો આધાર વધતાં આમ આદમી પાર્ટીના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવંત માનના નેતૃત્વમાં 117 વિધાનસભા સીટો પર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party victory in Punjab ) શરુથી લીડ મળી અને આ લખાય છે ત્યારે 91 સીટો પર લીડ પર છે. આ વખતે આમ આદમી પાર્ટીએ પંજાબમાં ભગવંત માનને (Bhagwant Maan Political Career)મુખ્યપ્રધાન પદના ચહેરા તરીકે ચૂંટણી લડી છે. જેમાં પંજાબની જનતાએ ભગવંત માનને વધાવી લીધાં છે અને તેઓ ઘુરી બેઠક પરથી ચૂંટણી જીતી ગયાં છે. તેઓ 65 હજાર કરતાં વધુ મતથી ચૂંટણી જીતી ગયાં હોવાના સમાચાર આ લખાય છે ત્યારે સામે આવી રહ્યાં છે.

ભગવંત માનની રાજકારણમાં એન્ટ્રી

ભગવંત માન (Bhagwant Maan Political Career)પંજાબના પ્રખ્યાત વ્યંગકાર અને રાજકારણી છે. તેઓ પંજાબના સંગરુર લોકસભા મતવિસ્તારમાંથી સત્તરમી લોકસભાના ચૂંટાયેલા સભ્ય છે. આ પહેલા તેઓ 2014ની ચૂંટણીમાં આ જ ક્ષેત્રમાંથી 16મી લોકસભા માટે ચૂંટાયા હતા. તેઓ આમ આદમી પાર્ટીના સભ્ય છે. તેણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત મનપ્રીત સિંહ બાદલની પાર્ટી પંજાબ પીપલ્સ પાર્ટીથી કરી હતી, પરંતુ બાદમાં મનપ્રીત કોંગ્રેસમાં જોડાયા અને ભગવંત આમ આદમી પાર્ટીમાં જોડાયા.

આ પણ વાંચોઃ Punjab Election Result 2022: પંજાબમાં AAPનો જયજયકાર, ઝાડું ફરી વળ્યું

ભગવંત માનનો પરિવાર

ભગવંતનો જન્મ પંજાબના સંગરુર જિલ્લાના સતુજ ગામમાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતાં. ભગવંત માને પ્રાથમિક શિક્ષણ ચીમા ગામની સરકારી શાળામાંથી મેળવ્યું હતું. ભગવંત માને શહીદ ઉધમ સિંહ મહાવિદ્યાલય, સુનમમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

ભગવંત માનની રાજકીય કારકિર્દી

રાજકીય કારકિર્દી

ભગવંત(Bhagwant Maan Political Career) 2014થી સંગરુરથી લોકસભાના સભ્ય છે

AAPમાં જોડાતાં પહેલા માન પીપલ્સ પાર્ટી ઓફ પંજાબના સભ્ય હતાં

2012માં ભગવંત માન પીપલ્સ પાર્ટીની ટિકિટ પર લહેરાગાગા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતાં પરંતુ હારી ગયા હતાં.

2017ની ચૂંટણીમાં ભગવંત માન જલાલાબાદથી સુખબીર બાદલ સામે ચૂંટણી લડ્યા હતાં પરંતુ હારી ગયાં હતાં.

આ પણ વાંચોઃ PUNJAB Election 2022 UPDATE : AAPના મુખ્ય પ્રધાનનો ચેહરો ભગવંત માન ધૂરી બેઠક પરથી 65858 મતોથી આગળ

પંજાબમાં આમ આદમી પાર્ટીનો દેખાવ

2017ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAPએ 20 બેઠકો જીતી હતી. મત ટકાવારીની દ્રષ્ટિએ આમ આદમી પાર્ટીને 23 ટકાથી વધુ મત મળ્યા છે. AAPને પંજાબના પાંચ જિલ્લાઓ- હોશિયાર, કપૂરથલા, મોગા, રૂપનગર અને SAS નગર જિલ્લાઓમાં એક-એક બેઠક મળી છે. AAP ઉમેદવારોએ સંગરુર, ફરીદકોટ અને માનસા જિલ્લામાં બે-બે બેઠકો જીતી હતી. આ સિવાય આમ આદમી પાર્ટીએ લુધિયાણા, ભટિંડા અને બરનાલા જિલ્લામાં ત્રણ-ત્રણ બેઠકો જીતી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ હાથ અજમાવ્યો હતો. AAPએ લોકસભાની 13માંથી 4 બેઠકો જીતી હતી. આમ આદમી પાર્ટીને લગભગ 20 ટકા વોટ મળ્યા છે. જો કે, લોકસભા ચૂંટણી 2019માં આમ આદમી પાર્ટીએ પંજાબમાંથી માત્ર એક સીટ જીતી હતી. ભગવંત માન સંગરુરથી લોકસભા માટે ચૂંટાયા હતાં.

ABOUT THE AUTHOR

...view details