નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની (UP Election Results 2022) મતગણતરી વચ્ચે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે કહ્યું કે, આ ચૂંટણીઓમાં બહાદુર શાહ ઝફરનો યુગ પણ ખતમ થઈ ગયો છે અને લોકશાહીની જીત થઈ છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીના પ્રારંભિક વલણોમાં ભાજપ આગળ છે. રાજ્ય વિધાનસભાની તમામ 403 બેઠકોના પ્રારંભિક વલણો આવી ગયા છે. જે મુજબ ભારતીય જનતા પાર્ટી (BJP) 272 સીટો પર આગળ ચાલી રહી છે, જ્યારે સમાજવાદી પાર્ટી 121 સીટો પર આગળ ચાલી રહી છે. બહુજન સમાજ પાર્ટી ચાર બેઠકો પર આગળ ચાલી રહી છે, કોંગ્રેસ એક બેઠક પર જ્યારે અન્ય પક્ષો પાંચ બેઠકો પર આગળ છે.
આ પણ વાંચો:GOA ELECTION 2022 UPDATE : મનોહર પર્રિકરના પૂત્ર ઉત્પલ પર્રિકરની હાર, ભાજપ 18 પર આગળ