- 05:00 વાગ્યા સુધીમાં 63.44 ટકા મતદાન નોંધાયું
Punjab Election 2022 LIVE Update : 05:00 વાગ્યા સુધીમાં 63.44 ટકા મતદાન નોંધાયું - Punjab Election 2022 LIVE Update

18:04 February 20
05:00 વાગ્યા સુધીમાં 63.44 ટકા મતદાન નોંધાયું
14:57 February 20
PunjabElections2022 પર કેપ્ટન અમરિન્દર સિંહની હુંકાર
કોંગ્રેસને ચિંતા છે કે, હું પંજાબમાં શું હાંસલ કરી શકું છું જે તેમની વિરુદ્ધ જઈ રહ્યું છે. હું આગાહી કરી શકું છું કે, કોંગ્રેસને 20-30થી વધુ બેઠકો નહીં મળે: #PunjabElections2022 પર કેપ્ટન અમરિન્દર સિંહ
14:22 February 20
બપોરે 1:00 વાગ્યા સુધી 34.10 ટકા મતદાન
બપોરે 1:00 વાગ્યા સુધી 34.10 ટકા મતદાન
14:05 February 20
CM ચરણજીત સિંહ ચન્નીએ કર્યું મતદાન
પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ ખારરમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો
તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચમકૌર સાહિબ અને ભદૌર મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે
13:50 February 20
અભિનેતા સોનુ સૂદ મતદાન મથકમાં જતા અટકાવ્યા
સોનુ સૂદ એક મતદાન મથકમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન પ્રસાશન દ્વારા તેમની કાર જપ્ત કરવામાં આવી હતી અને તેને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. આ સાથે જ તેમને મોગા જિલ્લાના પીઆરઓ પ્રદભદીપ સિંહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જો તે તેના ઘરની બહાર નીકળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
તેમની બહેન માલવિકા સૂદ મોગાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહી છે.
13:41 February 20
બપોરે 1:00 વાગ્યા સુધી 34.10 ટકા મતદાન
બપોરે 1:00 વાગ્યા સુધી 34.10 ટકા મતદાન
13:14 February 20
પંજાબના લોકો સત્યને મત આપી રહ્યા છે : ભગવંત માન
આજે પંજાબના લોકો સત્યને મત આપી રહ્યા છે. આ ચૂંટણીમાં અમને બહુમતી મળશે : AAPના CM ઉમેદવાર ભગવંત માન
13:11 February 20
પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પટિયાલામાં મતદાન કર્યું
પંજાબ લોક કોંગ્રેસના સંસ્થાપક અને પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પટિયાલામાં પોતાનો મત આપ્યો
11:47 February 20
11:00 વાગ્યા સુધીનું 17.77 ટકા મતદાન નોંધાયું
11:00 વાગ્યા સુધીનું 17.77 ટકા મતદાન નોંધાયું
11:00 February 20
સિદ્ધુએ કહ્યું- કેપ્ટન-બાદલે રાજ્યને ઉધઈની જેમ ખાધું
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિદ્ધુએ કેપ્ટન અમરિંદર સિંહ અને બાદલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, બન્નેએ રાજ્યને ઉધઈની જેમ ખાદ્યું છે. એક તરફ માફિયાઓ છે, કેપ્ટન અમરિંદર અને પ્રકાશ સિંહ બાદલના પરિવારો છે જેઓ અંગત સ્વાર્થોમાં બંધાઈને પોતાનો ધંધો ચલાવે છે. બીજી તરફ, જેઓ તે સિસ્ટમ બદલવા માંગે છે અને તેઓ પંજાબને પ્રેમ કરવા કરી રહ્યા છે.
10:35 February 20
મુખ્યપ્રધાન કેજરીવાલે વોટ કરવાની કરી અપીલ
આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પંજાબના ભવિષ્ય માટે વોટ આપવા ચોક્કસ જાવ. એવું ભવિષ્ય, જેમાં સારી શાળાઓ હોય, તમારા બાળકો માટે સારી રોજગારી હોય, સારી સરકારી હોસ્પિટલો હોય જેમાં તમે મફતમાં સારવાર મેળવી શકો, નશાની લતનો અંત આવે, બધા પંજાબીઓ સુરક્ષિત અનુભવે, દેશની સુરક્ષા સર્વોપરી છે. આ બધું ત્યારે થશે જ્યારે તમે તમારો વોટ આપવા જશો.
10:28 February 20
કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કર્યું મતદાન
કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ પણ મતદાન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, મેં મારા પ્રકાશ શ્રી આનંદપુર સાહિબમાં મારો મત આપ્યો છે. હું પંજાબના તમામ મતદાતાઓને પંજાબના યુવાનો અને ખેડૂતોને જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તેની સામે જાતિ-ધર્મને ધ્યાનમાં લીધા વિના મતદાન કરવા અપીલ કરું છું.
09:46 February 20
સવારે 9:00 વાગ્યા સુધીનું 4.80 ટકા મતદાન નોંધાયું
સવારે 9:00 વાગ્યા સુધીનું 4.80 ટકા મતદાન નોંધાયું
09:38 February 20
શિક્ષણ પ્રધાન પરગટ સિંહે આપ્યો મત
પંજાબના શિક્ષણ, રમતગમત અને NRI બાબતોના પ્રધાન પરગટ સિંહે જલંધરના મીઠાપુરમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, પંજાબના લોકો મુખ્યપ્રધાન ચન્ની દ્વારા બનાવેલા વિશ્વાસ પર મત આપશે.
09:21 February 20
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભગવંત માન મોહાલીમાં પોતાનો મત આપ્યો
આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ભગવંત માને કહ્યું કે, પંજાબ માટે આ એક મોટો દિવસ છે. હું તમામ મતદારોને અપીલ કરીશ કે કોઈના દબાણ કે લાલચમાં ફસાઈ ન જાવ અને તમારી ઈચ્છા મુજબ મતદાન કરો. આ દરમિયાન તેઓ ગુરુદ્વારા સચ્ચા ધન ખાતે અરદાસ માટે પહોંચ્યા હતા. આ બાદ ભગવંત માને મોહાલીના મતદાન મથક પર પોતાનો મત આપ્યો.
08:26 February 20
કોંગ્રેસના ઉમેદવાર માલવિકા સૂદે આપ્યું નિવેદન
પંજાબના મોગાથી કોંગ્રેસના ઉમેદવાર માલવિકા સૂદે ચૂંટણી પહેલા કહ્યું હતું કે, "મને લોકો અને વિદેશમાંથી સતત ફોન આવી રહ્યા છે કે તેમના સંબંધીઓ અને મિત્રો તમને ચોક્કસ વોટ આપશે. અમને દરેકનો સહયોગ મળી રહ્યો છે."
07:20 February 20
મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું, "હવે લોકોની ઉચ્છા"
ન્યૂઝ ડેસ્ક : મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ મતદાનની શરૂઆત પહેલા કહ્યું કે, "આ પાર્ટીનું નેતૃત્વ છે. લોકોની ઇચ્છા જ સર્વશક્તિમાન છે, અમે તમામ પ્રયાસો કર્યા છે." ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન ચન્ની ચમકૌર સાહિબ અને ભદૌર મતવિસ્તારથી ચૂંટણી લડી રહ્યો છે.
06:42 February 20
Punjab Election 2022 LIVE Update : પંજાબ વિધાનસભાની 117 બેઠકો માટે આજે મતદાન
ન્યૂઝ ડેસ્ક : સરહદી રાજ્યમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચારના પડઘમ બંધ થયા બાદ પંજાબમાં આજે સિંગલ-ફેઝ વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાશે. આજે રવિવારે 117 મતવિસ્તારમાં 2.14 કરોડથી વધુ મતદારો 93 મહિલાઓ સહિત 1,304 ઉમેદવારોના ભાવિ નક્કી કરશે. રાજ્યમાં કોંગ્રેસ, AAP, શિરોમણી અકાલી દળ (SAD)-BSP ગઠબંધન, BJP-PLC-SAD (સંયુક્ત) ગઠબંધન અને સંયુક્ત સમાજ મોરચા વચ્ચે બહુકોણીય હરીફાઈ જોવા મળશે. રાજ્યમાં સવારે 8 વાગ્યેથી મતદાન શરૂ કરવામાં આવશે.