- પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુએ ખાંડા ખખડાવ્યાં
- નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવા હાઈકમાન્ડને આગ્રહ કર્યો
- 'નહીં આપો તો ઇંટથી ઇંટ બજાવી દઇશ' સિદ્ધુ
અમૃતસર: પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોતસિંહે કહ્યું કે તેમને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવી જોઈએ. બીજી તરફ કોંગ્રેસનું કહેવું છે કે પક્ષના રાજ્ય એકમોના વડાઓ કોંગ્રેસ અને બંધારણના માપદંડોમાં નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.
સિદ્ધુની ચીમકી અંને રાવતે આપી પ્રતિક્રિયા
જ્યારે કોંગ્રેસના મહામંત્રી અને પંજાબના પ્રભારી હરીશ રાવતને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જો રાજ્ય એકમના વડાઓ નિર્ણય નહીં લે તો કોણ કરશે. સિદ્ધુએ અગાઉ કહ્યું હતું કે કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવી જોઈએ અને તેઓ સુનિશ્ચિત કરશે કે કોંગ્રેસ આગામી 20 વર્ષ સુધી રાજ્યમાં સત્તા પર રહેશે. તેમનું કહેવું છે કે તેમણે આ માટે એક રૂપરેખા તૈયાર કરી છે. તેમણે અમૃતસરમાં એક બેઠકમાં કહ્યું કે પાર્ટી હાઈકમાન્ડને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવી જોઈએ, નહીં તો યોગ્ય જવાબ આપવામાં આવશે.
જ્યારે તેમની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાવતે પત્રકારોને કહ્યું કે સિદ્ધુએ આ ટિપ્પણી કયા સંદર્ભમાં કરી છે તે હું જોઈશ. તેઓ પંજાબ કોંગ્રેસના આદરણીય પ્રમુખ છે. જો પ્રદેશ પ્રમુખ નિર્ણય નહીં લે તો કોણ કરશે? જમ્મુ -કાશ્મીર સંબંધિત સિદ્ધુના સલાહકાર મલવિંદર માલીની વિવાદાસ્પદ પોસ્ટ પર રાવતે કહ્યું કે માલીએ કહ્યું છે કે તેણે આ વાત વ્યક્તિગત રીતે કહી હતી અને આ ટિપ્પણીથી પોતાને દૂર રાખ્યાં હતાં તેથી મામલો સમાપ્ત થઈ ગયો છે.