ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CM ભગવંત માનની જાહેરાત, પંજાબમાં વોટ્સએપ પર થશે ભ્રષ્ટાચારની ફરિયાદ - CM ભગવંત માનની જાહેરાત

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને (Bhagwant mann big announcement) કહ્યું છે કે, રાજ્યમાં ભ્રષ્ટાચારની ફરિયાદ વોટ્સએપ પર કરી શકાય છે. અગાઉ, વિધાનસભામાં શપથ લેતા પહેલા, તેમણે કહ્યું હતું કે, '...આજે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવશે..., હું થોડીવારમાં તેની જાહેરાત કરીશ.'

CM ભગવંત માનની જાહેરાત, પંજાબમાં વોટ્સએપ પર થશે ભ્રષ્ટાચારની ફરિયાદ
CM ભગવંત માનની જાહેરાત, પંજાબમાં વોટ્સએપ પર થશે ભ્રષ્ટાચારની ફરિયાદ

By

Published : Mar 17, 2022, 4:51 PM IST

ચંદીગઢઃ ​​પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને કહ્યું (Bhagwant mann big announcement) છે કે, પંજાબમાં ભ્રષ્ટાચારની ફરિયાદ વોટ્સએપ (Punjab whatsapp complain) પર કરી શકાય છે. સીએમ ભગવંત માને મુખ્યપ્રધાન કાર્યાલયમાંથી બહાર પાડવામાં આવેલા એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, “પંજાબમાં ભ્રષ્ટાચારની ફરિયાદ માટે વોટ્સએપ નંબર (ભગવંત માન વોટ્સએપ ભ્રષ્ટાચારની ફરિયાદ) ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.

આ પણ વાંચો:The Kashmir Files Story: ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ સ્થાનિક લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો

આ પહેલા ભગવંત માને ગુરુવારે સવારે 11.41 વાગ્યે ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે તેઓ ટુંક સમયમાં બહુ મોટા નિર્ણયની જાહેરાત કરશે. આપને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ભગવંત માને બુધવારે સ્વતંત્રતા સેનાની ભગત સિંહના ગામમાં હજારો લોકોની હાજરીમાં પંજાબના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા (Bhagwant mann take oath) હતા.

આ પણ વાંચો:પંજાબના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ લીધા શપથ, લગાવ્યા 'ઇન્કલાબ ઝિંદાબાદ'ના નારા

તેમણે અહીં રાજ્યમાં બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે લડવાનું વચન આપ્યું હતું. શહીદ ભગત સિંહ નગર જિલ્લાના ખટકર કલાન ગામમાં એક જાહેર સભામાં તેમણે કહ્યું હતું કે, આજથી જ કામ શરૂ થઈ જશે. અમે એક પણ દિવસ બગાડશું નહીં. પહેલેથી જ 70 વર્ષ મોડું થઇ ગયુ છે.

ABOUT THE AUTHOR

...view details