નવી દિલ્હી:પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ગુરુવારે (CM Bhagwant Mann to meet PM Modi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને રાજ્યની નબળી નાણાકીય સ્થિતિને ટાંકીને આગામી બે વર્ષ માટે રૂ. 1 લાખ કરોડના વિશેષ પેકેજની માંગણી કરી હતી. સંસદ ભવન સંકુલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા (Bhagwant Mann first time meeting with PM Modi) બાદ મીડિયા સાથે વાત કરતા ભગવંત માને કહ્યું કે, પંજાબની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રાજ્ય પર 3 લાખ કરોડથી વધુનું દેવું છે. આમ આદમી પાર્ટીને સત્તામાં આવ્યાને એક સપ્તાહ જ થયું છે. અમે માફિયાઓ અને તિજોરીની લૂંટને રોકવા અને વળતર આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ પંજાબને મદદની જરૂર છે.
આ પણ વાંચો:યુપીમાં યોગીના કુંડળ ફેશનમાં: યુવાનોમાં દેખાયો અનોખો ક્રેઝ
પંજાબને ફરીથી 'રંગલા પંજાબ' બનાવવામાં મદદ: માને કહ્યું કે, તેમણે વડાપ્રધાન પાસેથી એક લાખ કરોડ રૂપિયાના વિશેષ પેકેજની માંગ કરી છે. આ અંગે વિગતવાર માહિતી આપતાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે આગામી બે વર્ષ માટે કેન્દ્ર પાસેથી દર વર્ષે રૂ. 50,000 કરોડના પેકેજની માંગણી કરી છે. આ બે વર્ષમાં પંજાબ પોતાની તિજોરી અને નાણાકીય સ્થિતિનું ધ્યાન રાખશે અને પંજાબ ફરીથી પોતાના પગ પર ઊભું થશે. તેમણે આશા વ્યક્ત કરી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાણાપ્રધાન સાથે વાત કરશે અને પંજાબને ફરીથી 'રંગલા પંજાબ' બનાવવામાં મદદ કરશે.