ગુજરાત

gujarat

By

Published : Apr 30, 2022, 7:46 AM IST

ETV Bharat / bharat

પંજાબમાં શિવસેના અને ખાલિસ્તાન સમર્થકો વચ્ચે અથડામણ, સાંજે 7 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર

પટિયાલામાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ દરમિયાન તલવારો (Clashes break out between two groups) પણ લહેરાવામાં આવી હતી. બંને તરફથી પથ્થરો ફેંકવામાં આવી રહ્યા (Clashes between Shiv Sena and Khalistan supporters) છે. જેના કારણે વિસ્તારમાં તણાવ ઘણો (Kali Devi Mandir in Patiala) વધી ગયો છે.

પંજાબમાં શિવસેના અને ખાલિસ્તાન સમર્થકો વચ્ચે અથડામણ, સાંજે 7 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર
પંજાબમાં શિવસેના અને ખાલિસ્તાન સમર્થકો વચ્ચે અથડામણ, સાંજે 7 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર

પટિયાલા:પંજાબના પટિયાલામાં શુક્રવારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને પોલીસે પરિસ્થિતિને (Clashes break out between two groups) કાબૂમાં લેવા હવામાં ગોળીબાર કરવો પડ્યો (Clashes between Shiv Sena and Khalistan supporters) હતો. આ ઘટના દરમિયાન પથ્થરમારો પણ થયો હોવાના (Kali Devi Mandir in Patiala) અહેવાલ છે. એક જૂથ દ્વારા કાઢવામાં આવેલી માર્ચ દરમિયાન બનેલી આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો:Pipavav drugs seized: પીપાવાવ પોર્ટ પરથી 90 કિલો ડ્રગ્સ ઝડપાયું, કયાંથી આવ્યું હતું આ ડ્રગ્સ?

સાંજે 7 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ: કાયદો અને વ્યવસ્થાની (Khalistan Murdabad March) સ્થિતિ જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. પટિયાલાના પોલીસ મહાનિરીક્ષક રાકેશ અગ્રવાલે પટિયાલામાં પત્રકારોને જણાવ્યું કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. તે જ સમયે, નવીનતમ માહિતી અનુસાર, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કર્ફ્યુ લાવવામાં આવ્યો છે. આ કર્ફ્યુ સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે.

પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી:તેમણે કહ્યું કે અમે બહારથી પોલીસ ફોર્સ બોલાવી છે. ડેપ્યુટી કમિશનર દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું કે પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી તેમની પ્રાથમિકતા છે. આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને કહ્યું કે તેઓ રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ના સંપર્કમાં છે.

પટિયાલામાં અથડામણની ઘટના: માને ટ્વીટ કરીને કહ્યું કે, પટિયાલામાં અથડામણની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મેં ડીજીપી સાથે વાત કરી છે. વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ છે. અમે સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છીએ અને રાજ્યમાં અશાંતિનું વાતાવરણ ઊભું કરવા માટે કોઈને મંજૂરી આપીશું નહીં. તેમણે કહ્યું કે પંજાબમાં શાંતિ અને સૌહાર્દ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો:ઝૂકેગા નહી સાલા... અસમની કોર્ટમાંથી જીગ્નેશ મેવાણીને જામીન મળતા આપી કઈક આવી પ્રતિક્રિયા

અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ: આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા તે અંગે પૂછવામાં આવતા અગ્રવાલે કહ્યું કે તેઓ હજુ પણ તેની તપાસ કરી રહ્યા છે. કેટલીક અફવાઓને કારણે તણાવ વધી ગયો હતો, પરંતુ હવે સ્થિતિ નિયંત્રણમાં છે, એમ તેમણે જણાવ્યું હતું. પટિયાલાના ડેપ્યુટી કમિશનર સાક્ષી સાહનીએ કહ્યું, અમે બધાને શાંતિ જાળવવા અને કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details