ચંદીગઢ : પંજાબની ભગવંત માન સરકારની કેબિનેટનું (Cabinet Meeting of Mann Govt) આજે સાંજે 5 વાગ્યે વિસ્તરણ કરવામાં આવશે. મુખ્યપ્રધાન ભગવંત માન તેમની કેબિનેટમાં (CM Bhagwant Mann) પાંચ નવા પ્રધાનોનો ઉમેરો કરશે. આ મંત્રીમંડળના વિસ્તરણની સાથે જ માન સરકારમાં (Punjab Cabinet Expansion) મુખ્યપ્રધાન ભગવંત માન સહિત કુલ 15 પ્રધાનો હશે. પંજાબમાં મુખ્યપ્રધાન સહિત મંત્રીમંડળમાં પ્રધાનોની સંખ્યા 18 હશે.
કોના કોના નામ આવ્યા બહાર -મળતી માહિતી અનુસાર આ પાંચ ધારાસભ્યો પંજાબ (Punjab Five MLAs) સરકારમાં પ્રધાન બની શકે છે. જેમાં ધારાસભ્ય અમન અરોરા, ધારાસભ્ય અનમોલ ગગન માન, ધારાસભ્ય ચેતન સિંહ જોધેમાજરા, ધારાસભ્ય ડૉ. ઈન્દરબીર નિઝાર અને ધારાસભ્ય ફૌજા સિંહ સરરીનો સમાવેશ થાય છે. તેમજ 5 નવા પ્રધાનોના નામ બહાર આવતાં જ લોબિંગ શરૂ થઈ ગયું છે. રાજપુરાના ધારાસભ્ય નીના મિત્તલ, જગરાંના ધારાસભ્ય સર્વજીત કૌર મનુકે અને બુધલાડાના ધારાસભ્ય બુધરામ પણ રેસમાં છે.
અનમોલ ગગન માનઃ પંજાબી સિંગર અનમોલ ગગન માનનું નામ પ્રધાનોની યાદીમાં લગભગ નિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે અનમોલ ગગન માન AAPની યુવા પાંખના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા ત્યારથી સક્રિય રીતે કામ કરી રહ્યા છે.
અમન અરોરાઃનવા પ્રધાનોમાં સૌથી વધુ ચર્ચામાં આવેલું નામ અમન અરોરાનું છે. જે સુનામથી બીજી વખત ધારાસભ્ય બન્યા છે. અમન અરોરાએ મુખ્યપ્રધાન ભગવંત માન પર 75,000 મતોની જંગી લીડ સાથે ચૂંટણી જીતી છે. સંગરુર પેટા ચૂંટણી હાર્યા બાદ પાર્ટી પર દબાણ વધી ગયું છે, જેના કારણે અમન અરોરાનું નામ લગભગ નક્કી થઈ ગયું છે.
ફૌજા સિંહ સરારી:ફૌજા સિંહ સરારી પંજાબ પોલીસના નિવૃત ઇન્સ્પેક્ટર છે. જે ફિરોઝપુરના ગુરુહર સહાય બોર્ડર વિસ્તારથી પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ફૌજા સિંહ સરરી રાય શીખ સમુદાયના છે, તેથી તેમને સરકારમાં સામેલ (Expansion of the Mann Cabinet) કરવામાં આવી રહ્યા છે.