ગુજરાત

gujarat

પંજાબમાં કેબિનેટ વિસ્તરણ, 15 પ્રધાનોએ પદ અને ગુપ્તતાના શપથ લીધા

પંજાબમાં કેબિનેટનું વિસ્તરણ થયું છે. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પ્રધાનોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કેપ્ટન અમરિંદર સિંહના 8 પ્રધાનોને કેબિનેટમાં પાછા સામેલ કરવામાં આવ્યા છે.

By

Published : Sep 26, 2021, 5:50 PM IST

Published : Sep 26, 2021, 5:50 PM IST

PUNJAB CABINET EXPANSION SWEARING
PUNJAB CABINET EXPANSION SWEARING

  • મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીની નવી ટીમ તૈયાર
  • નવા પ્રધાનમંડળના પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા
  • અમરિંદર સિંહના 8 પ્રધાનોને કેબિનેટમાં સામેલ કર્યા

ચંડીગઢ, પંજાબ:મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીના પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે ટીમ ચન્નીના પ્રધાનોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

અમરિંદર સિંહના 8 પ્રધાનો કેબિનેટમાં પાછા સામેલ

પંજાબમાં નવા મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ આજે રવિવારે ​​તેમના પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો બ્રહ્મ મોહિન્દ્રા, મનપ્રીત સિંહ બાદલ, રાણા ગુરજીત સિંહ, અરુણા ચૌધરી, સુખબિંદર સરકારિયા, ભારત ભૂષણ આશુ, વિજય ઈન્દર શિંગલા રઝિયા સુલતાના અને ત્રિપટ રાજીન્દર બાજવાએ રાજભવનમાં પંજાબ સરકારના કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. નવા મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ નવા અને જૂના પ્રધાનો વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે. કેપ્ટન અમરિંદર સિંહના 8 પ્રધાનોને કેબિનેટમાં પાછા સામેલ કરવામાં આવ્યા છે.

પ્રધાન મંડળના નવા ચેહરાઓ

નવા ચહેરાઓમાં રણદીપ સિંહ નાભા, રાજકુમાર વેરકા, અમરિંદર સિંહ રાજા, ગુરકીરત સિંહ કોટલી, પરગટ સિંહ અને સંગત સિંહ ગિલજિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details