ચંદીગઢઃચૂંટણીની મોસમમાં કૉંગ્રેસે પણ પોતાના વચનોની (Punjab Assembly Election 2022)પેટી ખોલી દીધી છે. આમ આદમી પાર્ટીના 1000-1000 રૂપિયાના પેન્શનના જવાબમાં કૉંગ્રેસે વિદ્યાર્થીનીઓને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. , પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ(Punjab Congress President Navjot Singh Sidhu) કહ્યું છે કે કૉંગ્રેસ પાંચમા અને દસમા ધોરણમાં પાસ થનારી વિદ્યાર્થીનીઓને અનુક્રમે 5000 અને 15000 રૂપિયા આપશે. આ સિવાય 12મું પાસ કરનાર દરેક વિદ્યાર્થીનીને 20,000 રૂપિયા આપવામાં આવશે. વિદ્યાર્થિનીઓને ઉચ્ચ શિક્ષણમાં મદદરૂપ થવા ટેબ્લેટ પણ આપવામાં આવશે.
દર મહિને બે હજાર રૂપિયા આપવાનું પણ વચન
આ ઉપરાંત કૉંગ્રેસે મહિલાઓને દર મહિને બે હજાર રૂપિયા આપવાનું પણ વચન આપ્યું છે. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે પંજાબમાં ગૃહિણી મહિલાઓને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે. દરેક કિંમતે તેમનું રસોડું ચાલુ રાખવા માટે તેમને દર વર્ષે 8 ગેસ સિલિન્ડર પણ આપવામાં આવશે.