નવી દિલ્હી: પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election 2022) પહેલા કોંગ્રેસ અને અકાલી દળ (akali dal leader joins bjp)ને મોટો ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ નેતા અરવિંદ ખન્ના (Former Congress leader Arvind Khanna) ભાજપમાં જોડાયા છે. અરવિંદ સિવાય ગુરદીપ સિંહ ગોશા પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ગુરદિપ સિંહ ગોશા (gurdeep singh gosha joins bjp) શિરોમણી અકાલી દળના નેતા છે. પંથ રત્ન જથેદાર ગુરચરણ સિંહ તોહરા મેમોરિયલ ટ્રસ્ટના વડા કરણવીર તોઢા પણ ભાજપમાં જોડાઈ ગયા છે.
પૂર્વ ધારાસભ્ય અરવિંદ ખન્ના ભાજપમાં સામેલ
અમૃતસરના પૂર્વ કાઉન્સિલર (Former Councilor of Amritsar) ધરમવીર સરીન પણ ભાજપમાં જોડાઈ ગયા છે. પૂર્વ ધારાસભ્ય અરવિંદ ખન્ના, SAD નેતા ગુરદીપ સિંહ ગોશા અને અમૃતસરના પૂર્વ કાઉન્સિલર ધરમવીર સરીન સહિત પંજાબના ઘણા નેતાઓ કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી (union minister hardeep singh puri)અને ગજેન્દ્ર સિંહ શેખાવતની ઉપસ્થિતિમાં ભાજપમાં સામેલ થયા છે.