નવી દિલ્હી: પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ (Punjab Ex-CM ) એ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Minister Amit Shah) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યાં હતાં. (Captain Meet Amit Shah In Delhi) મુલાકાતને લઇને સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબમાં ભાજપ માટે સીટોની વહેંચણીને લઈને (Punjab Assembly Election 2022) સઘન ચર્ચા ચાલી રહી છે.
મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા
મળતી માહિતી મુજબ આજે સવારે દિલ્હીમાં નવા રચાયેલા 'પંજાબ લોક કોંગ્રેસના' નેતા કેપ્ટન અમરિંદર સિંહ, અમિત શાહ અને જેપી નડ્ડા એકસાથે ઘણી મહત્વપૂર્ણ બાબતો પર (Captain Meet Amit Shah In Delhi) ચર્ચા કરી રહ્યાં છે. ભાજપે અગાઉ કેપ્ટનની પાર્ટી સાથે ગઠબંધન કરીને પંજાબ વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Election 2022) લડવાની જાહેરાત કરી છે. હવે પંજાબ વિધાનસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવાની સાથે સીટોની વહેંચણી પર પણ ચર્ચા થઈ રહી છે.