ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Punjab Assembly Election 2022: પંજાબમાં 65 બેઠકો પર ચૂંટણી લડશે ભાજપ, 'કેપ્ટન'ની પાર્ટીના ભાગે આવી આટલી સીટો - પંજાબમાં ડ્રગ્સ

પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election 2022)ને લઇને પંજાબ લોક કોંગ્રેસ (punjab lok congress), અકાલી દળ (સંયુક્ત) (akali dal united) અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીટોની વહેંચણી થઈ ગઈ છે. ભાજપ 65, પંજાબ લોક કોંગ્રેસ 37 અને SAD-સંયુક્ત 15 બેઠકો પર ચૂંટણી લડશે.

Punjab Assembly Election 2022: પંજાબમાં 65 બેઠકો પર ચૂંટણી લડશે ભાજપ, 'કેપ્ટન'ની પાર્ટીના ભાગે આવી આટલી સીટો
Punjab Assembly Election 2022: પંજાબમાં 65 બેઠકો પર ચૂંટણી લડશે ભાજપ, 'કેપ્ટન'ની પાર્ટીના ભાગે આવી આટલી સીટો

By

Published : Jan 24, 2022, 5:33 PM IST

ન્યુઝ ડેસ્ક: પંજાબમાં વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election 2022)ની વાત કરીએ તો કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ (punjab lok congress), અકાલી દળ (સંયુક્ત) (akali dal united) અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીટની વહેંચણી થઈ ગઈ છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ દિલ્હી (JP Nadda In Delhi)માં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, પાર્ટી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં 65 સીટો પર (seat distribution in punjab assembly election) લડશે. નડ્ડાએ કહ્યું કે પંજાબ લોક કોંગ્રેસ 37 બેઠકો પર અને SAD-સંયુક્ત 15 બેઠકો પર ચૂંટણી લડશે.

શિરોમણી અકાલી દળ (સંયુક્ત)એ 12 ઉમેદવારોની જાહેરાત કરી

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ પહેલા રાજ્યસભા સાંસદ સુખદેવ સિંહ ઢીંડસાના નેતૃત્વમાં શિરોમણી અકાલી દળ (સંયુક્ત) (shiromani akali dal united) પાર્ટીએ 12 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. મળતી માહિતી મુજબ ઢીંડસાના પુત્ર પરમિંદર સિંહ લહરાગાગા સીટ પરથી ચૂંટણી લડશે. પરમિન્દર સિંહ હજુ પણ લહેરાગાગાથી ધારાસભ્ય છે. તો જૈતુથી પૂર્વ સાંસદ પરમજીત કૌર ગુલશન, મહેલ કલાંથી સુખવિંદર સિંહ ટિબ્બાને, દિરબાથી સોમા સિંહ, સાહનેવાલથી હરપ્રીત સિંહ ગરચા, બાઘા પુરાનાથી જગતાર સિંહ અને સુનામથી સનમુખ સિંહને ટિકિટ આપવામાં આવી છે.

પંજાબે દેશની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું

આ સિવાય નડ્ડાએ કહ્યું કે, પંજાબ સરહદ પર આવેલું રાજ્ય છે. દેશની સુરક્ષા માટે પંજાબમાં સ્થિર અને મજબૂત સરકાર હોવી જરૂરી છે. આપણે જાણીએ છીએ કે પાકિસ્તાનની હરકતો આપણા દેશ માટે કેવી રહી છે. આપણે જોયું છે કે, ડ્રગ્સ (Drugs In Punjab) અને હથિયારોની દાણચોરી (Weapons smuggling In Punjab)ના પ્રયાસો ત્યાં થતાં રહે છે. નડ્ડાએ કહ્યું કે, પંજાબના લોકોએ દેશની સુરક્ષા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. પંજાબે દેશને આપેલી ખાદ્ય સુરક્ષાને દેશ ક્યારેય ભૂલી શકે નહીં. પંજાબે હંમેશા આપણી આશાઓ પૂરી કરી છે.

આ પણ વાંચો:શું તમે ઈચ્છો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમને બર્થ-ડે વિશ કરે ?

માફિયા રાજને ખતમ કરીશું - જેપી નડ્ડા

નડ્ડાએ કહ્યું કે, માફિયારાજે પંજાબ (Mafia rule In Punjab)ને ખોખલું કરવાનું કામ કર્યું છે. આજે બધા લેન્ડ માફિયા (Land Mafia In Punjab), રેતી માફિયા, ડ્રગ માફિયાઓ સાથે પંજાબને તમામ ખોખલું કરી રહ્યા છે. એટલા માટે NDA ગઠબંધન એક પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યું છે કે, અમે આ માફિયા રાજને ખતમ કરીશું. ભાજપના વડાએ કહ્યું કે, પંજાબને આજે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. પંજાબ જ્યાં પહેલા વિકાસ તરફ આગળ વધી રહ્યું હતું, આજે તે નીચે સરકી રહ્યું છે. પંજાબને આર્થિક રીતે મજબૂત બનાવવાની જવાબદારી પણ આપણી છે. સ્થિરતા અને સુરક્ષા માટે કેન્દ્ર-રાજ્ય સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે, આપણે આ પણ યાદ રાખવું જોઈએ.

આ પણ વાંચો:UP Assembly Election 2022: ઉત્તર પ્રદેશમાં વિજય મેળવવો ભાજપ માટે જરૂરી, જો હારશે તો દિલ્હીની ગાદી મુકાશે મુશ્કેલીમાં!

ABOUT THE AUTHOR

...view details