પંજાબ: હોશિયારપુરમાં અકાલી નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગુરુવારે મોડી સાંજે અકાલી નેતા અને બે વખતના સરપંચ સુરજીત સિંહ અંખી હોશિયારપુરથી 15 કિમી દૂર મેગોવાલ ગંજિયાનમાં એક દુકાન પર ઉભા હતા. જ્યાં હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો. ગ્રામજનો તેમને તાકીદે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
સુરજીત સિંહ અંખી પર હુમલો: સામે આવેલી માહિતી મુજબ માહિતી મુજબ, બાઇક પર સવાર બે અજાણ્યા બદમાશોએ સુરજીત સિંહ અંખી પર હુમલો કર્યો હતો. તેમના શરીર પર ત્રણ ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. સુરજીત સિંહ અંખી બે વખત ગામના સરપંચ હતા અને હવે તેમની પત્ની ગામની સરપંચ છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ફાયરિંગની આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ છે.
હુમલાખોરો ફરાર:ઘટના અંગે માહિતી આપતાં ગ્રામજનોએ જણાવ્યું કે સુરજીત સિંહ ગુરુવારે મોડી સાંજે અણખી ગામમાં એક કરિયાણાની દુકાન પર ઊભા હતા. દરમિયાન બાઇક પર બે યુવકો ત્યાં આવ્યા હતા. યુવાનોએ તેમના પર ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું હતું. ગોળી તેમના પેટ અને છાતીમાં વાગી હતી. ત્યારબાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ગોળીઓનો અવાજ સાંભળીને ગામના લોકો એકઠા થઈ ગયા. લોકોએ તાબડતોબ અંખીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલા પંજાબના મોગામાં બદમાશો દ્વારા આવી જ એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા બલજિંદર સિંહ બલ્લીને તેમના ઘરમાં ઘૂસીને બદમાશોએ ગોળી મારી દીધી હતી.
- Attack On Manipur CM House: મણિપુરમાં CMના ઘર પર હુમલાનો પ્રયાસ, ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડાયા
- IED Blast in Chaibasa: ચાઈબાસામાં નક્સલીઓએ કર્યા ત્રણ IED બ્લાસ્ટ, કોબ્રા જવાન શહીદ