ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબમાં AAP ધારાસભ્ય, પત્ની અને પૂત્રએ એવું તો શું કર્યુ તે થઈ જેલની સજા - AAP MLA from Patiala Rural

પંજાબના પટિયાલા (ગ્રામીણ)ના AAP ધારાસભ્ય બલબીર સિંહ અને અન્યો પર તેમના સંબંધી પર હુમલો કરવાનો (PUNJAB AAP MLA WIFE AND SON JAILED ) આરોપ છે. ત્યારે આ મામલે ત્રણેય આરોપીઓને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

પંજાબમાં AAP ધારાસભ્ય, પત્ની અને પુત્રએ એવુ તો શું કર્યુ તે થઈ જેલની સજા
પંજાબમાં AAP ધારાસભ્ય, પત્ની અને પુત્રએ એવુ તો શું કર્યુ તે થઈ જેલની સજા

By

Published : May 24, 2022, 8:32 AM IST

રૂપનગર: આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય, તેમની પત્ની અને પુત્રને 11 વર્ષ જૂના કેસમાં ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં (punjab aap mlas wife and son jailed) આવી છે. પંજાબના પટિયાલા (ગ્રામીણ) ના ધારાસભ્ય બલબીર સિંહ અને અન્ય લોકો પર તેમના એક સંબંધી પર હુમલો કરવાનો આરોપ (AAP MLA get 3 years in jail) છે. જોકે, રૂપનગરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રવિ ઈન્દર સિંહે સજા સંભળાવ્યા બાદ બલબીર સિંહ, તેમની પત્ની રુપિન્દર કૌર, પુત્ર રાહુલ અને અન્ય એક વ્યક્તિને જામીન આપ્યા હતા.

આ પણ વાંચો:અમેરિકન મેગેઝિન ટાઈમની યાદીમાં કાશ્મીરના ખુર્રમ પરવેઝને મળ્યું સ્થાન

ધારાસભ્યના પરિવાર સાથે જમીનનો વિવાદ: AAP ધારાસભ્ય સામેનો કેસ (AAP MLA from Patiala Rural) 2011માં તેમના પરિવાર અને તેમની પત્નીની બહેન પરમજીત કૌર વચ્ચેના વિવાદ સાથે સંબંધિત છે, જેમને ધારાસભ્યના પરિવાર સાથે જમીનનો વિવાદ હતો. ચારને આઈપીસીની કલમ 323 (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી), 324 (સ્વૈચ્છિક રીતે ખતરનાક હથિયારથી ઈજા પહોંચાડવી), કલમ 325 (સ્વેચ્છાએ ગંભીર ઈજા પહોંચાડવી) અને કલમ 506 (ગુનાહિત ધાકધમકી)ના ગુના માટે સજા કરવામાં આવી હતી.

આ પણ વાંચો:મૃત જાહેર કરાયેલી નવજાત બાળકીને કબરમાં દફનાવી તો દીધી પછી થયું એવું કે...

આરોપીઓ વિરુદ્ધ કેસ: પરમજીત કૌરની ફરિયાદના આધારે જૂન 2011માં રૂપનગર જિલ્લાના ચમકૌર સાહિબ પોલીસ સ્ટેશનમાં (Chamkaur Sahib Police Station) આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details