ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મેસેજને કારણે યુવાને મોતનું પગલું ભર્યું, વાંધાજનક ફાટાએ મુશ્કેલી વધારી - Pune ITI

મહારાષ્ટ્રના પુણેમાં સેક્સટોર્શનનો (Sextortion Case in Pune) મામલો સામે આવ્યો છે. શુક્રવારથી ત્રણ દિવસમાં મહારાષ્ટ્રમાં આ સતત બીજી મોટી ઘટના છે. આ પહેલા પણ મહારાષ્ટ્રના ઘનકવાડી વિસ્તારમાં આ જ પ્રકારનો કિસ્સો બન્યો હતો.

મેસેજને કારણે યુવાને મોતનું પગલું ભર્યું, વાંધાજનક ફાટાએ મુશ્કેલી વધારી
મેસેજને કારણે યુવાને મોતનું પગલું ભર્યું, વાંધાજનક ફાટાએ મુશ્કેલી વધારી

By

Published : Oct 14, 2022, 8:37 PM IST

પૂણેઃમહારાષ્ટ્રના પૂણેના 19 વર્ષના કૉલેજના વિદ્યાર્થીએ સેક્સટોર્શનનેકારણે આત્મહત્યા (Sextortion Case Maharashtra) કરી લીધી છે. જેમાં વાંધાજનક તસવીર મુળ મુદ્દો હોવાનું સામે આવ્યું છે. આ તસવીરને કારણે એમના પર અત્યાચાર કરવામાં આવ્યો હોવાનું જાણવા (Suicide Case in Pune) મળે છે. આ અંગે પોલીસ અધિકારીની ટીમ તપાસ કરી રહી છે.

તારીખ 30 સપ્ટેમ્બરના રોજ ગ્રેજ્યુએશન કરી રહેલા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. એના ભાઈએ પોલીસને સમગ્ર જાણકારી આપી છે. વિગત એવી છે કે, એક અજાણ્યો વ્યક્તિ સોશિયલ મીડિયા પર આ યુવાનને ધમકાવી રહ્યો હતો. આરોપીની વાંધાજક તસવીર લીક કરવા માટે ધમકી આપીને ત્રણ વખત જુદા જુદા સમયે 4500 રૂપિયા વસુલ કરી લીધા હતા. દત્તાવાડી વિસ્તારમાં એક યુવકે ઈમારત પરથી પડતું મૂકી દીધું હતુ. આ યુવાન આઈટીઆઈ પાસ આઉટ હતો. જેનો પરીચયસોશિયલ મીડિયાએપ્લિકેશન વોટ્સએપ પર થયો હતો. તારીખ 30 સપ્ટેમ્બરના રોજ એક કોલ દરમિયાન મહિલાએ કપડાં ઊતારી નાંખ્યા હતા.--પોલીસ ઉચ્ચ અધિકારી, પૂણે

તપાસ ચાલુંઃ આની સામે યુવાન પર આવું જ કરી રહ્યો હતો. એ પછી ઓનલાઈન પૈસાની માંગ કરવામાં આવી હતી. જેમાં પીડિત મૃતક છે. જેની સામે એની નગ્ન તસવીર લીક કરી દેવાની ધમકી ઉચ્ચારવામાં આવી હતી. દત્તાવાડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, IPCની કલમ અંતર્ગત આ કેસમાં પગલાં લેવામાં આવ્યા છે. આરોપીઓને પકડી પાડવા માટે પૂરતા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details