નવી દિલ્હીઃજમ્મુ-કાશ્મીરમાં આ દિવસે આતંકવાદીઓએ (Pulwama Attack 3rd Year) કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હતું. આજથી બરાબર 3 વર્ષ પહેલાં આજના દિવસે આતંકવાદીઓએ પુલવામામાં CRPFના કાફલા પર હુમલો કર્યો હતો. આ આત્મઘાતી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાની સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ દ્વારા નિંદા કરવામાં આવી હતી.
આ પણ વાંચો:Encounter Underway in Pulwama: પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ, 3 આતંકી ઠાર
દેશના બહાદુર જવાનોએ આ કૃત્યનો જડબાતોડ જવાબ આપ્યો
જો કે, દેશના બહાદુર જવાનોએ 12 દિવસમાં આતંકવાદીઓના આ કાયરતાપૂર્ણ કૃત્યનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકી સંગઠન જૈશના ટ્રેનિંગ કેમ્પ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં 350થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું કહેવાય છે. આટલું જ નહીં આતંકીઓના ટોપ કમાન્ડર પણ માર્યા ગયા હતા.
આ પણ વાંચો:પુલવામા એટેક: NIAએ જાહેર કરી હુમલામાં સામેલ 19 આતંકવાદીઓની યાદી
પુલવામા આતંકી હુમલાની આજે ત્રીજી વરસી
પુલવામા આતંકી હુમલાની આજે ત્રીજી વરસી (pulwama terror attack 3rd anniversary) છે. 14 ફેબ્રુઆરી, 2019ના(Pulwama Attack 2019) રોજ બનેલી આ આતંકવાદી ઘટનાને 3 વર્ષ વીતી ગયા છે, પરંતુ તે ઘટનાના ઘા હજુ પણ લીલા છે. પુલવામા જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીએ CRPF જવાનની બસને વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે ટક્કર મારી હતી.