- પૂજારીઓએ બાબા મહાકાલ સાથે ઉજવી દિવાળી
- દેશમાં સૌથી પહેલા ઉજવવાની પરંપરા
- મહાકાલને ફળોના રસ અને પ્રવાહીથી સ્નાન કરાવવામાં આવ્યું
ઉજ્જૈન: દેશભરમાં ઉજવાતા દિવાળીના તહેવારની શરૂઆત બાબા મહાકાલ (Baba Mahakal) ના દરબારથી થઈ હતી. પ્રાચીન કાળથી પરંપરા ચાલી આવે છે કે કોઈપણ તહેવાર, સૌથી પહેલા મહાકાલ મંદિરમાં ઉજવવામાં આવે છે. ગુરુવારે રૂપ ચૌદસ અને દીપાવલીનો તહેવાર એકસાથે ઉજવવામાં આવ્યો હતો. આ દરમિયાન મહાકાલ મંદિરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. બાર જ્યોતિર્લિંગોમાંના એક બાબા મહાકાલના મંદિર (Mahakal Temple) માં યોજાનારી ભસ્મ આરતી દરમિયાન પંડિત- પૂજારીઓએ બાબા મહાકાલ સાથે ફૂલઝર અને ફટાકડા સાથે દિવાળીની ઉજવણી કરી હતી. મહાકાલને ફળોના રસ અને પ્રવાહીથી સ્નાન કરાવવામાં આવ્યું હતું અને બાબાને શાહી મુગટ પહેરાવીને 56 ભોગ પણ અર્પણ કરવામાં આવ્યા હતા.
પૂજારીઓએ બાબા મહાકાલ સાથે ઉજવી દિવાળી આ પણ વાંચો: Diwali 2021: દિવાળીએ શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ અંગે જાણો
મહાકાલમાં રૂપ ચૌદસ અને દિવાળી એકસાથે
ઉજ્જૈન મહાકાલ મંદિરમાં રૂપ ચૌદસ અને દિવાળી એકસાથે ઉજવવામાં આવી હતી. આ દરમિયાન ભસ્મ આરતી સમયે અભ્યંગ શ્રવણ કર્યા બાદ ગુરુવારે સવારે ભસ્મ આરતી વખતે હળદર પણ ચઢાવવામાં આવી હતી. મહાકાલ મંદિર (Mahakal Temple) ના પૂજારી મહેશ શર્માએ જણાવ્યું કે, મહાકાલ મંદિરમાં ગ્વાલિયરના પંચાંગથી તિથિ નક્કી કરવામાં આવે છે. જે મુજબ બુધવારે બપોર સુધી તેરસ હતી. આ કારણે ગુરુવારે રૂપ ચૌદસ અને દીપાવલીનો તહેવાર એકસાથે ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં ભસ્મ આરતી દરમિયાન અન્નકૂટ ચઢાવવામાં આવ્યો હતો.
પૂજારીઓએ બાબા મહાકાલ સાથે ઉજવી દિવાળી આ પણ વાંચો: જાણો દિવાળીના પર્વ પર અલગ અલગ રાશીના જાતકને આ રીતે પ્રાપ્ત થશે લક્ષ્મીકૃપા
બાબા મહાકાલ સાથે પંડિત- પૂજારીની દિવાળી
પંડિત- પૂજારીઓએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં મહાકાલ બાબા (Baba Mahakal) સાથે સવારે 5 વાગ્યે દિવાળીની ઉજવણી કરી હતી. મહાકાલ મંદિર (Mahakal Temple) માં આ પ્રસંગે ભસ્મ આરતી પહેલા બાબા મહાકાલને ગરમ પાણીથી સ્નાન કરાવવાની પરંપરા છે. આ સાથે બાબાનો સુંદર શણગાર પણ કરવામાં આવ્યો હતો અને 56 ભોગ પણ ધરાવવામાં આવ્યા હતા. બાબા મહાકાલના પ્રાંગણમાં દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.