- પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના 5માં તબક્કાનું ચૂંટણી પ્રચાર શરૂ
- વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી કાર્યક્રમમાં થશે શામેલ
- 4થા તબક્કામાં બાબુલ સુપ્રિયો અને TMCના બે પ્રધાનોનું ભાવિ EVMમાં કેદ
કોલકાતા: રાજકીય પક્ષોએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના 5માં તબક્કા માટે ફરીથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આ પહેલા 4થા તબક્કામાં ઘણી હિંસક ઘટનાઓ બની હતી. ભારતીય જનતા પાર્ટી મતદારોને રીઝવવાની કોઈ તક છોડતી નથી.
આ પણ વાંચો:પશ્ચિમ બંગાળમાં સોમવારે અમિત શાહના ચૂંટણી કાર્યક્રમો, પાંચમાં તબક્કાની તૈયારી
5માં તબક્કાનો ચૂંટણી પ્રચાર ધમધમ્યો
બંગાળની 5માં તબક્કાની ચુંટણી માટે ભાજપ પોતાની એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. આ સંદર્ભમાં, વડાપ્રધાન મોદી આજે સોમવારે પશ્ચિમ બંગાળમાં 3 રેલીઓ કરવા જઇ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ગૃહપ્રધાન અમિત શાહ પણ ઘણા સ્થળોએ ચૂંટણી કાર્યક્રમમાં શામેલ થશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના 5માં તબક્કામાં 17 એપ્રિલના રોજ 6 જિલ્લાની 45 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં ઉત્તર 24 પરગણાની 16 બેઠકો, દાર્જિલિંગની 5 બેઠકો, નાદિયાની 8 બેઠકો, પૂર્વ બર્ધમાનની 8 બેઠકો, જલ્પાઇગુરીની તમામ 7 બેઠકો અને કાલિમપોંગની 1 બેઠક પર મતદાન થશે.