- નડ્ડા સોમવારે બંગાળમાં 2 રોડ શો, જાહેર સભાઓ અને મીટિંગમાં ભાગ લેશે
- નડ્ડાએ રેલીઓમાં બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર નિશાન સાધ્યું
- બંગાળ સરકાર કેન્દ્ર સરકારને ગુનાના આંકડા મોકલતી નથી: નડ્ડા
કોલકાતા:પશ્ચિમ બંગાળમાં કોરોના મહામારીના વધતા જતા સંક્રમણ વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. આ બધાની વચ્ચે આજે સોમવારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા પશ્ચિમ બંગાળમાં રેલીઓ કરશે. મળતી માહિતી મુજબ, નડ્ડા આજે સોમવારે બંગાળમાં 2 રોડ શો, જાહેર સભાઓ અને મીટિંગમાં ભાગ લેશે.
આ પણ વાંચો:કોરોના પ્રકોપ વચ્ચે આજે ગૃહ પ્રધાન અમિત શાહ પશ્ચિમ બંગાળમાં 4 ચૂંટણી સભાઓ યોજશે
જેપી નડ્ડાનો સોમવારનો કાર્યક્રમ
બંગાળના આજે સૌથી પહેલા બંગાળના ઉત્તર દિનાજપુર જશે. અહીં નડ્ડા બપોરે 12: 45 વાગ્યે ચૂંટણી રોડ શો કરશે. નડ્ડા બીરભૂમમાં 3 કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે બપોરે 3 વાગ્યે, નડ્ડા બીરભૂમમાં રોડ શો કરશે. રોડ શો બાદ બપોરે 4.30 વાગ્યે ભાજપ અધ્યક્ષ જાહેર સભાને સંબોધન કરશે. આ ઉપરાંત, સાંજે 6 વાગ્યે, નડ્ડા મીટિંગમાં ભાગ લેશે.
કોરોનાના કહેર વચ્ચે નડ્ડા સોમવારે પશ્ચિમ બંગાળમાં રેલીઓ કરશે બંધારણનું રક્ષણ કરવામાં નિષ્ફળ
નડ્ડાએ રેલીઓમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. અગાઉ, પૂર્વી વર્ધમાન જિલ્લામાં અહીં ચૂંટણી સભાને સંબોધન કરતી વખતે ભાજપ અધ્યક્ષે મમતા બેનર્જી પર બંધારણનું રક્ષણ કરવામાં નિષ્ફળ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, સત્તામાં આવ્યા પછીથી જ તે માઁ, માટી અને માનુષ વિશે વાત કરી રહી છે. શું થયું મા ને? પશ્ચિમ બંગાળમાં બળાત્કાર, એસિડ એટેક અને ઘરેલું હિંસાના સૌથી વધુ કેસ છે.
આ પણ વાંચો:પ્રચારના પ્રતિબંધો પૂરા થતાંની સાથે જ મમતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા
કૃષિ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આક્ષેપ
તેમની સરકાર કેન્દ્ર સરકારને ગુનાના આંકડા મોકલતી નથી. હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે તેની સરકાર આંકડા કેમ નથી મોકલતી. નડ્ડાએ મુખ્યપ્રધાન પર રાજ્યમાં કૃષિ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ ન કરવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે, આ વિસ્તાર ડાંગર અને બટાટાની ઉપજ માટે જાણીતો છે. પરંતુ, અહીંના ખેડુતોને તેમની પેદાશ માટે મહેનતાણું મળતું નથી.