ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંગાળમાં શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ 5 ચૂંટણી કાર્યક્રમમાં ભાગ લેશે - બંગાળમાં જાહેર સભા

પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા શુક્રવારે બંગાળમાં ચૂંટણીલક્ષી કેટલાક કાર્યક્રમોમાં શામેલ થશે. આપને જણાવી દઈએ કે, 294 ઉમેદવારવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે 8 તબક્કામાં મતદાન થઈ રહ્યું છે.

By

Published : Apr 16, 2021, 11:04 AM IST

  • બંગાળમાં શુક્રવારે ભાજપે ચૂંટણીલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણી લક્ષી 5 કાર્યક્રમોમાં ભાગ લેશે
  • ભાજપના વરિષ્ઠ નેતાઓ સામે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવાનો મમતા બેનરજી પર આક્ષેપ

કોલકાતાઃ ભાજપે બંગાળની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસને ઉખાડી ફેંકવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે. રાજ્યમાં ભાજપ એક પછી એક જોરદાર રેલી કરી રહ્યું છે. શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા 5 ચૂંટણી કાર્યક્રમોમાં શામેલ થશે. જે. પી. નડ્ડા શુક્રવારે બપોરે 12.30 વાગ્યે કટવામાં જનસભા સંબોધશે. ત્યારબાદ બર્ધમાનમાં 3 વાગ્યે રોડ શૉ કરશે. નડ્ડી કોલકાતામાં ત્રણ કાર્યક્રમોમાં ભાગ લેશે, જેમાં રોડ શૉ અને જનસભાઓને સંબોધશે.

આ પણ વાંચોઃમોદી અને મમતા બેનરજી એક સિક્કાની બે બાજુ છેઃ અસદુદ્દીન ઓવૈસી

જે. પી. નડ્ડાએ મમતા બેનરજી પર કર્યા પ્રહાર

આપને જણાવી દઈએ કે, જે. પી. નડ્ડાએ બુધવારે મુખ્યપ્રધાન મમતા બેનરજી પર પ્રહાર કર્યા હતા. આ સાથે જ ભાજપના વરિષ્ઠ નેતાઓ સામે કથિત રીતે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવા અને બંગાળની સંસ્કૃતિનો અનાદર કરવાનો આરોપ પણ મમતા બેનરજી પર લગાવવામાં આવ્યો હતો. આ સાથે નડ્ડાએ કહ્યું હતું કે, મમતાની જવાની ઘંટી વાગી ગઈ છે.

આ પણ વાંચોઃપશ્ચિમ બંગાળમાં TMC નેતાના ઘરેથી EVM અને VVPAT મળી આવ્યા

ભાજપે બંગાળના મહાન વિચારકોને સંદેશને ફેલાવવાનો પ્રયાસ કર્યોઃ નડ્ડા

ભાજપ બંગાળની સંસ્કૃતિનું રક્ષક છે અને પાર્ટીએ રાજ્યના મહાન દાર્શનિકો અને વિચારકોના સંદેશને ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે જ જે. પી. નડ્ડાએ કહ્યું હતું કે, મમતા બેનરજીએ 2011થી 10 વર્ષના શાસનમાં રાજ્યમાં પોલીસનું રાજકારણ અને રાજનીતિનું અપરાધીકરણ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details