- પશ્ચિમ બંગાળ વિધાનસભાની પાંચમા તબક્કાની ચૂંટણીની તૈયારી ચાલું
- ભાજપના દરેક મોટા નેતા બંગાળમાં પ્રચારમાં લાગ્યા છે
- ચોથા તબક્કામાં ઘણા ભાગોમાં હિંસા જોવા મળી હતી
કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં, 6 જીલ્લાની 45 બેઠકો પર 17 એપ્રિલના રોજ મતદાન થશે. આ તબક્કામાં, ઉત્તર 24 પરગણાની 16 બેઠકો, દાર્જિલિંગની 5 બેઠકો, નાદિયાની 8 બેઠકો, પૂર્વ બર્ધમાનની 8 બેઠકો, જલ્પાઇગુરીની 7 બેઠકો અને કાલિમપોંગની 1 બેઠક પર મતદાન થશે.
આ પણ વાંચો:દીદીએ મોદીને પૂછ્યું "તમે ભગવાન છો કે સુપરમેન?"
તૃણમૂલ અને ભાજપ આમને-સામને
રાજ્યમાં સતાધારી પક્ષ (તૃણમૂલ કોંગ્રેસ) અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે એક વીજાને ટક્કર આપી રહ્યા છે. શરૂઆતથી જ ભાજપ આ ચૂંટણીઓને લઈને ઉત્સાહ બતાવી રહી છે. પાર્ટીના દરેક મોટા નેતા બંગાળમાં પ્રચારમાં લાગી ગયા છે. આ સંદર્ભમાં, ગૃહ પ્રધાન અમિત શાહ આજે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે.